પાણીના ગ્લાસ સાથે રમતા રમતા દોઢ વર્ષના બાળક સાથે કાંઈક એવું બન્યું કે… માસુમનું રીબાઈ રીબાઈને મોત… દરેક માતા-પિતા કિસ્સો જરૂર વાંચજો નહીંતર તમે પણ…

Indore: હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં માસીના ઘરે આવેલા દોઢ વર્ષના માસુમ બાળક સાથે કંઈક એવું થયું કે આખો પરિવાર દોડતો થઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે માસીના ઘરે(Indore) આવેલા દોઢ વર્ષના બાળકનું(Death of one and a half year old children) રીબાઈ રીબાઈને મોત થયું છે. આ ઘટના દરેક માતા પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે.

મળતી માહિતી અનુસાર ઘટનાના દિવસે રાત્રિના સમયે પરિવાર ભોજન કરી રહ્યું હતું. આ દરમિયાન દોઢ વર્ષનો બાળક પણ ત્યાં રમતો હતો. ત્યારે બાળક હાથમાં પાણીનો ગ્લાસ રહીને રમતા રમતા પાણીની ટાંકી પાસે પહોંચી ગયો હતો. અહીં પાણીની ટાંકી પાસે બાળકે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને તે પાણીની ટાંકીમાં પડી ગયો હતો.

બાળક પાણીની ટાંકીમાં પડી ગયો પરંતુ પરિવારના સભ્યોને આ ઘટનાની કાંઈ જાણ જ ન હતી. તેમને એમ લાગ્યું કે બાળક ઘરની બહાર રમી રહ્યો હશે. પરંતુ દસ મિનિટ થઈ ગઈ છતાં પણ દીકરો દેખાયો નહીં એટલે પરિવારના સભ્યોએ તેની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન પરિવારના એક સભ્યની નજર પાણીની ખુલ્લી ટાંકી ઉપર પડી હતી.

ત્યાર પછી પાણીની ટાંકીમાં જોયું ત્યારે બાળક પાણીમાં પડેલો હતો. ત્યારબાદ તેને તરત જ પાણીમાંથી બહાર કાઢીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે એમવાય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં હાજર ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. આ દુઃખદ ઘટના ઇંદોરમાંથી સામે આવી રહી છે.

આ કિસ્સો દરેક માતા-પિતા માટે ચેતવણી રૂપ છે. આ ઘટના રવિવારના રોજ રાત્રે લગભગ સાડા નવ વાગ્યાની આસપાસ બની હતી. પરિવારના તમામ સભ્યો ભોજન કરવા માટે બેઠા હતા. આ દરમિયાન દોઢ વર્ષનો દેવાંશ નામનો બાળક હાથમાં ગ્લાસ લઈને રમતા રમતા પાણીની ટાંકી પાસે પહોંચ્યો હતો.

આ દરમિયાન તે પાણીની છ ફૂટ ઊંડે ટાંકીમાં પડી ગયો હતો. જેના કારણે દેવાંશનું પાણીમાં રીબાઈ રિબાઈને મોત થયું હતું. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે પાણીની ટાંકી ઉપર હંમેશા ઢાંકણું લગાવેલું હોય છે. પરંતુ ઘટના બની તેના થોડાક સમય પહેલા પાણી ભરવા માટે ઢાંકણું ઢાંકી ઉપરથી હટાવી દીધું હતું અને પછી આ ઘટના બની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*