હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના થોરડી ગામે રમેશભાઈ નામના વ્યક્તિની વાડીએ રહેતા મનુભાઈ પટેલની 7 વર્ષની દીકરીનું અચાનક જ મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે મનુભાઈને સાત વર્ષની દીકરીને ગઈકાલે રાત્રે અચાનક જ કાન પાસે સોજો આવી ગયો હતો.
ત્યારબાદ દીકરીને સારવાર માટે લોધીકા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં હાજર ડોક્ટરે તપાસ દરમિયાન જણાવ્યું કે દીકરીને આંચકી આવી છે. જેથી દીકરીને વધુ સારવાર માટે રાજકોટ કે.ડી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ ત્યાં દીકરીનો સારવાર દરમિયાન મોત થયું હતું.
આ ઘટના બનતા જ દીકરીના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટના બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ગઈકાલે સાંજ સુધી તો બાળકી ખૂબ જ હસતી ખેલતી હતી. પરંતુ અચાનક જ દીકરી નું મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટના બનતા જ બાળકીના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો છે.
મળતી માહિતી અનુસાર મનુભાઈ પટેલ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે. તેઓ પોતાના પરિવાર સાથે થોરદી ગામે રમેશભાઈ વરસાણીની વાડીમાં ખેતી કામ કરીને પોતાના પરિવારનો ગુજરાન ચલાવતા હતા. ગઈકાલે તેમની સાત વર્ષની બાળકી સાંજના સમયે રમતી હતી. પછી તો રાત્રિના સમયે અચાનક જ દીકરીના કાન પાસે સોજો આવી ગયો હતો.
એટલે પરિવારના સભ્યો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે દીકરીને રાજકોટ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન દીકરીનું મોત થયું હતું. જાણવા મળી રહ્યો છે કે દીકરીને આંચકી આવતા તેનું મોત થયું છે. દીકરીનું મોત થયા બાદ આ ઘટનાની જાણ સિવિલ ચોકીના સ્ટાફે કોટડાસાંગાણી પોલીસને કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment