રાજકોટમાં શેરીમાં રમતા રમતા 5 વર્ષના બાળક સાથે કંઈક એવું બન્યું કે… બાળકનું કમકમાટીભર્યું મોત… બે બહેનોએ એકનો એક લાડકવાયો ભાઈ ગુમાવ્યો…

રાજકોટમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રાજકોટના રૈયાધારમાં રસ્તા પર રમતા 5 વર્ષના બાળકનું દર્દનાક મોત થયું છે. બાળક સાથે કંઈક એવું બન્યું કે આંખો પરિવાર દોડતો થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે બાળકે રસ્તા પર લટકતો વીજ વાયર પકડી લીધો હતો.

આ કારણસર બાળકને જોરદાર કરંટ લાગ્યો હતો અને તેનું કમકમાટીભર્યું મોત થયું હતું. આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા બાળકના પિતાએ જણાવ્યું કે, તેમને સંતાનમાં બે દીકરીઓ અને એક દીકરો છે. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે. વર્ષોથી તેઓ રાજકોટમાં રહીને પાણીપુરી વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

તેઓ રાજકોટના રૈયાધાર શ્યામ ગૌશાળા પાસે મફતિયાપરામાં રહે છે. ગઈકાલે સાંજના સમયે તેમનો પાંચ વર્ષનો દીકરો ઘર પાસે શેરીમાં રમતો હતો. આ દરમિયાન દીકરાને થાંભલે લટકતો વીજ વાયર પકડી લીધો હતો. જેના કારણે તેને જોરદાર કરંટ લાગ્યો હતો.

કરંટ લાગ્યા બાદ દીકરાને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન દીકરાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. દીકરાનું મોત થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટનાના કારણે બે બહેનોએ એકનો એક લાડકવાયો ભાઈ ગુમાવ્યો છે.

માસુમ દીકરાનું મોત થતા જ માતા પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. મળતી માહિતી અનુસાર દીકરો શેરીમાં રમતો હતો. જ્યારે વીજવાયર એકદમ ખુલ્લો પડેલો હતો. આ દરમિયાન બાળક રમતા રમતા વીજવાયર પાસે પહોંચી ગયો હતો.

ત્યારબાદ બાળકે વીજવાયર પકડી લીધો હતો, જેના કારણે તેને જોરદાર કરંટ લાગ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ પરિવારના લોકો તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અને પછી દીકરાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન દીકરાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*