સુરેન્દ્રનગરમાં ચાલુ સ્કૂલમાં 16 વર્ષના વિદ્યાર્થી સાથે કંઈક એવું બન્યું કે, વિદ્યાર્થીનું કરુણ મોત… જાણો શું છે સમગ્ર ઘટના…

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 16 વર્ષના વિદ્યાર્થીનું ચાલુ સ્કૂલે મોત થયું છે. વિદ્યાર્થીનું મોત થતા જ સ્કૂલનો સ્ટાફ દોડતો થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના પાટેડી તાલુકાના બજાણા હાઈ સ્કૂલમાં વીજળી પડતા 16 વર્ષનો વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

ત્યારબાદ વિદ્યાર્થીને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ લઈ જતા હતા, પરંતુ વિદ્યાર્થીને સારવાર મળે તે પહેલાં તો તેનું દર્દનાક મોત થયું હતું. માત્ર 16 વર્ષના દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો પાટડી તાલુકાના બજાણા ગામે આવેલી શ્રી એમ.બી.પટવારી વિધાવિહારમાં ધોરણ-10માં અભ્યાસ કરતા 16 વર્ષના મહંમદરિઝવાન ગુલામભાઈ મોસાણી નામના બાળક સ્કૂલમાં હતો. આ દરમિયાન અચાનક જ વરસાદી વાતાવરણ વચ્ચે વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા હતા

. ત્યારે વીજળીના કડાકા ભડાકા પડતા જ વિદ્યાર્થી બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. પછી તેને 108ની મદદ થી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને સારવાર મળે તે પહેલાં તો તેનું મોત થઈ ગયું હતું.

માત્ર 16 વર્ષના દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારના લોકો અને સગા સંબંધીઓ દોડતા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચે આવી હતી. આ ભયંકર ઘટના બનતા જ સમગ્ર પથકમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

 

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*