સુરત શહેરમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. સુરતના પીપલોદ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનમાં સફાઈ કરવા ઉતરેલા 3 શ્રમિકોમાંથી 2 શ્રમિકોના મૃત્યુ થતાં ચારે બાજુ માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર એસ.વી.એન.આઇટી કોલેજ નજીક આવેલા ડ્રેનેજની ચેમ્બરમાં શ્રમિકો ઉતર્યા હતા.
ત્યારે પાઇપલાઇનની અંદરના ગૂંગળામણના કારણે ત્રણેય શ્રમિકો અંદર બેભાન થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર ડ્રેનેજ લાઈન ની સફાઈની કામગીરી થઈ રહી હતી ત્યારે એક મજૂર અંદર પડ્યો હતો. અંદર પડતા ની સાથે જ અન્ય એક કામદાર તેને બચાવવા માટે ડ્રેનેજ લાઈનમાં ઉતાર્યો હતો.
આ દરમિયાન બંને શ્રમિકો ગૂંગળામણના કારણે અંદર બેભાન થઈ ગયા હતા. ઘણો સમય થઈ ગયો પરંતુ બંને મજૂરો બહાર ન આવ્યા તેથી ત્રીજો મંજૂર પણ અંદર તેમને જોવા માટે ગયો હતો. ત્યારે તે પણ બેભાન થઈ ગયો હતો. આ ઘટનાની જાણ અન્ય મજૂરોને થતા ત્રણેયને ડ્રેનેજ લાઈન માંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
આ ઘટનામાં બે મજૂરોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. જ્યારે એક મજૂરનો બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ત્રણેય મજૂરોને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
ત્યાં ડોક્ટરે બે મજૂરોને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતા જ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા મજૂરના ભાઈ એ જણાવ્યું કે, ચેમ્બર ની અંદર મારો ભાઈ નીચે કામ કરવા માટે ઉતર્યો હતો. અંદાજે 40 ફૂટ જેટલા ઉંડેથી માટીની સફાઈ કરવા માટે તે નીચે ઉતર્યો હતો.
ત્યારે અંદર ગૂંગળામણના કારણે મારો ભાઈની હાલત બગડી ગઈ હતી. તેથી અન્ય એક મજૂર તેને બહાર કાઢવા માટે અંદર ઉતરે છે. પરંતુ બંને બેભાન થઈ ગયા હતા આ કારણસર બંનેના મૃત્યુ થયા હતા. બંનેના મૃત્યુના કારણે બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં સત્યમ શાહુ અને કાદિર સિદિકીનું મૃત્યુ થયું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment