આપણે બધા જાણીએ છીએ કે હવે આમ આદમી પાર્ટી નું વર્ચસ્વ દિવસેને દિવસે ગુજરાત રાજ્યમાં વધી રહ્યું છે અને ગુજરાત રાજ્યના લોકોનું વર્તમાન અને ભવિષ્ય સુધારવા માટે તેઓએ ગુજરાત રાજ્યમાં પગપેસારો કર્યો છે. ગુજરાતના લોકો ધીરે ધીરે પાર્ટીના ક્રાંતિ પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.
જામનગર શહેરના સામાજિક કાર્યકર્તા વિશાળ ત્યાગીએ ગઈકાલે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવી ના હાથે ખેસ પહેરી ને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આપને જણાવી દઇએ કે સામાજિક કાર્યકર્તા તેમના પિતા અને સમર્થકોના સાથે આમ આદમી પાર્ટીમાં લોકોના કલ્યાણના હેતુથી જોડાયા છે.
વિશાલ ત્યાગીની વાત કરવામાં આવે તો હંમેશા લોકોના હિત માટે તેઓ અવાજ ઉઠાવ્યો છે અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન સાથે કિસાન આંદોલન તથા પેન્શન માટેના આંદોલનમાં તેઓ મહત્વપૂર્ણ ભાગ પણ ભજવ્યો છે. વિશાલ ત્યાગી માત્ર એક જ નહીં પણ તેમનો સંપૂર્ણ પરિવાર દેશસેવા માટે કાર્યરત કરી રહ્યો છે અને સાથે જ તેઓ ના પિતા રાજબલ ત્યાગી ભૂતપૂર્વ ભારતીય વાયુસેનામાં કારગિલ યુદ્ધના યોદ્ધા પણ રહી ચૂક્યા છે.
હાલમાં ગુજરાતના જનતાના કલ્યાણ માટેના ઉદ્દેશ્ય સાથે આમ આદમી પાર્ટીનું ફ્રી વીજળી આંદોલન ચાલી રહ્યું છે અને જેમાં લોકોનો અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે અને મોટા પ્રમાણમાં લોકો આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાઇ રહ્યા છે. અને ધીરે ધીરે આમ આદમી પાર્ટીના આ આંદોલનને જનતાનું બહોળું સમર્થન મળી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment