હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રૂપિયા 60,000 ની ઉઘરાણી ન પતાતા કુટુંબીક કાકાએ ભત્રીજી સાથે એવી હરકત કરી છે કે સાંભળીને તમને પણ ખૂબ જ ગુસ્સો આવશે. જાણવા મળી રહ્યું છે કે કાકા પૈસાની ઉઘરાણી કરવા માટે ભત્રીજીના સાસરે જઈને તેની સાથે ન કરવાની હરકતો કરતા હતા.
આ ઘટનાની જાણ થતા જ પરિવાર વટાવ GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિગતવાર વાત કરીએ તો, આરોપીનું નામ વિજય રાઠોડ છે. આરોપી વિજય રાઠોડ એ 60,000 રૂપિયા વસૂલવા પોતાની દીકરી સમાન ભત્રીજીની છેડતી કરી છે.
ઘટના જાણે એવી છે કે, આરોપી વિજય રાઠોડ એ પોતાના કુટુંબિ ભાઈને એક વર્ષ પહેલાં 60 હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે પૈસા ચૂકવી શકે તેમ ન હતા. જેથી આરોપીએ પૈસા મેળવવા ઉઘરાણી કરવા ભત્રીજીના સાસરીયે પહોંચ્યો હતો.
અહીં આરોપી વિજય રાઠોડની ભત્રીજી ઉપર નજર બગડી હતી. જેથી આરોપી દરરોજ ભત્રીજીના પતિની ગેરહાજરીમાં તેના ઘરે પહોંચી જતો. ત્યાં પછી તેની સાથે અશ્લીલ વાતો કરતો અને ન કરવાની હરકતો કરતો હતો. આ હકીકતની જાણ યુવતીના પતિને થતા આરોપી વિજય રાઠોડનો ભાંડો ફૂટી ગયો હતો.
સમગ્ર ઘટનાને લઈને ભત્રીજીના પતિએ વટાવ GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર પછી પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી. જાણવા મળી રહ્યું છે કે આરોપી વિજય રાઠોડ એએમસીમાં કર્મચારી છે. મજબૂરી નો લાભ ઉઠાવીને આરોપી વિજય રાઠોડ એ પોતાની ભત્રીજી સાથે જ ન કરવાની હરકતો કરી હતી.
ભત્રીજી ના લગ્ન 2021 માં થયા હતા. આરોપી કુટુંબી કાકા હોવાથી ભત્રીજી ના ઘરે અવરજવર કરતો હતો. આરોપી દરરોજ પોતાની ભત્રીજીના સાસરે જતો હતો. જેના કારણે સાસરી પક્ષના લોકોને શંકા ગઈ હતી. ત્યાર પછી ભત્રીજીના સાસરિયા વાળાઓએ આરોપીનો ભાંડો પડ્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment