એકની એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી..! રાજકોટના આજી ડેમ ચોક પાસે બાઈક લઈને જતા યુવક સાથે કંઈક એવી ઘટના બની કે… યુવકનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત…

Published on: 10:32 am, Sat, 13 May 23

રાજકોટ(Rajkot): શહેરમાં બનેલી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. રાજકોટ શહેરના આજી ડેમ ચોક(Aji Dam Chowk) પાસે ટ્રકની અડફેટેમાં આવતા એક બાઈક ચાલક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. બનાવની જાણ થતા જ આજીડેમ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ કશ્યપ પ્રદીપભાઈ પંડ્યા હતું અને તેની ઉંમર 28 વર્ષની હતી. કશ્યપ રાજકોટ નજીક આવેલા ગઢકા ગામનો રહેવાસી હતો. તે રાજકોટના નવલનગર પાસે જયંત કે જી રોડ પર આવેલ ઔદિચ્ય બ્રાહ્મણ મંદિરમાં સેવા પૂજા કરતો હતો અને ત્યાં જ રહેતો હતો. ગઈકાલે તે પોતાના ગામ આટો મારવા માટે ગયો હતો.

ત્યાર પછી મોડી રાત્રે 12:00 વાગ્યાની આસપાસ બાઈક લઈને રાજકોટ આવવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન એક વાગ્યાની આસપાસ આજે ડેમ ચોક પાસે પહોંચતા જ પાછળથી આવતા ટ્રકે તેની બાઈક ને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર યુવક ફંગોળાયને જમીન પર પટકાયો હતો.

આ અકસ્માતાની ઘટનામાં તેના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતની ઘટનાની જાણ થતા આજીડેમ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘટનાની જાણ 108ની ટીમને કરી હતી. ત્યારે 108ના ઇએનટીએ યુવકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.

ત્યારબાદ પોલીસે જરૂરી કાર્યવાહી કર્યા બાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું અને આ ઘટનાની જાણ તેના પરિવારજનોને કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી દીધી છે. યુવકના મૃત્યુના કારણે એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એકની એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી..! રાજકોટના આજી ડેમ ચોક પાસે બાઈક લઈને જતા યુવક સાથે કંઈક એવી ઘટના બની કે… યુવકનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત…"

Leave a comment

Your email address will not be published.


*