તમારે વાચ્યા વગર જ કરવી છે પરીક્ષા પાસ?તો આ બાબા પાસે થી લઇ લો 1900 રૂપિયાની જાદુઈ પેન અને પછી જુઓ…

આજના સમયમાં દરેક લોકો પ્રથમ આવતા ઈચ્છા હોય છે પછી એ શિક્ષણ હોય કે વ્યવસાય… વિદ્યાર્થીઓને ઓછી મહેનતે પરીક્ષામાં પ્રથમ ક્રમે આવવું હોય છે તો યુવાનોને પોતાના વ્યવસાયમાં આગળ વધવું હોય છે. આગળ વધવાના માર્ગ ઘણા બધા છે પરંતુ માણસને મહેનત નથી કરવી હોતી. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે સારા એવા પરિણામ સાથે આગળ વધે.

વાત કરીએ આજના શિક્ષણ જગતની તો દરેક વિદ્યાર્થીની ઇચ્છા હોય છે કે તે પોતે સારા ક્રમાંક મેળવી ને પરીક્ષામાં ઉત્તીર્ણ થાય. મહેનત કરવા વાળા તો પોતે પોતાનો રસ્તો શોધી જ કાઢે છે. પરંતુ પ્રોબ્લેમ છે મહેનત ન કરવા વાળાઓને… ત્યારે પ.પૂ. શ્રી દુષ્યંત બાપજી એ તેનો પણ એક અનોખો નુસખો શોધી કાઢ્યો છે. તેમનો આ નુસખો જોઈને તમે પણ ચોકી જશો.

પરીક્ષામાં પ્રથમ આવવા માટે અમુક વિદ્યાર્થીઓ જે તોડ મહેનત કરતા હોય છે જ્યારે અમુક વિદ્યાર્થીઓ નકલ કરવાના નુસખા શોધતા હોય છે. અમુક લોકો સારું પરિણામ આવવાને નસીબનો સાથ માનતા હોય છે જ્યારે અમુક લોકો બાળકોની મહેનતના આધાર પર ટિપ્પણી કરતા હોય છે.

ત્યારે વાત કરીએ બાપજી એ આપેલા ના અનોખા નુસખાની તો તેઓએ એક ચમત્કારિક પેન શોધી કાઢી છે. જી હા, તમને જાણીને આશ્ચર્ય થશે કે તેઓએ એક એવી પેન શોધી કાઢી છે કે જેના ઉપયોગ માત્રથી જ વિદ્યાર્થીઓ પરીક્ષામાં વાંચ્યા વગર પાસ થઈ શકાય છે.

વિદ્યાર્થીઓ હંમેશા ભગવાનને પ્રાર્થના કરતા હોય છે કે તેઓ સારા ક્રમાંક સાથે પાસ થઈ જાય ત્યારે બાપજી એ આ પેન શોધીને તેઓની આ ઇચ્છા પૂર્ણ કરી છે. આ પેનના ઉપયોગથી વિદ્યાર્થીઓ વાંચ્યા વગર જ પાસ થશે. આ ઉપરાંત તેઓ આ પેનના પ્રચાર સાથે દાવો કરે છે કે વિદ્યાર્થીઓ વાંચ્યા વિના જ પરીક્ષામાં ઉત્તીર્ણ થશે.

ત્યારે ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આ પેનની જાહેરાત કરતુ એક પેમ્પલેટ લગાવવામાં આવ્યું છે. આ પેમ્પલેટમાં પેન ની કિંમત માત્ર અને માત્ર 1900 રૂપિયા બતાવવામાં આવી છે. આ અનોખી પેનની જાહેરાત ગુજરાતી ભાષામાં આપવામાં આવી છે.હનુમાન સેવક દુષ્યંત બાપજી દાવો કરી રહ્યા છે કે

આ પેનમાં અલૌકિક ક્ષમતા રહેલી છે કે જે વિદ્યાર્થીઓને પરીક્ષામાં દરેક પ્રશ્નોના જવાબ આપવા માટે સક્ષમ બનાવે છે. આ ઉપરાંત જે લોકો પણ આ પેનને ખરીદવા માંગતા હોય તેઓએ તેમની થોડીક માહિતી આપવી જરુરી છે જેમ કે તેમનો મોબાઈલ નંબર, પરીક્ષા ની રસીદ, હોલ ટિકિટની ફોટોકોપી અને શાળા કે કોલેજના આઇડી કાર્ડ વગેરે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ પત્રિકામાં એવું પણ સંબોધન કરવામાં આવ્યું છે કે જો આ પેન વાપરવાથી વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થાય તો તેના સંપૂર્ણ પૈસા પરત કરવામાં આવશે. હવે આ પેન કેટલી ભરોસાપાત્ર નીવડે છે તે તો તેનો ઉપયોગ કર્યા પછી જ ખબર પડે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*