સાઉથની જાણીતી અભિનેત્રીનું કાર અકસ્માતમાં કરૂણ મૃત્યુ, કાર બેકાબુ બનતા ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી…

Published on: 11:39 am, Tue, 22 March 22

છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં સાઉથની જાણીતી અભિનેત્રીનું મૃત્યુ થયું છે. આ ઘટના બનતા જ સમગ્ર સાઉથ ઇન્ડસ્ટ્રીમાં માતમ છવાઇ ગયો હતો.

મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ કાર અકસ્માતમાં સાઉથની જાણીતી અભિનેત્રી ગાયત્રી ઉર્ફે ડોલી ડીક્રુઝનું કરૂણ મૃત્યુ થયું છે. અકસ્માત બન્યો ત્યારે અભિનેત્રી સાથે કારમાં તેનો એક મિત્ર પણ હતો. ગાયત્રીની ઉંમર 26 વર્ષની હતી. ગાયત્રીને વેબ સીરીઝ ‘મેડમ સર મેડમ અંત’ થી લોકપ્રિયતા મળી હતી.

અકસ્માત બન્યો ત્યારે અભિનેત્રી ગાયત્રીનું મિત્ર કાર ચલાવી રહ્યો હતો. મળતી માહિતી અનુસાર અભિનેત્રી ગાયત્રી હોળીની પાર્ટી પતાવીને હૈદરાબાદ તરફ જઈ રહી હતી. આ દરમિયાન ગાયત્રીનો મિત્ર પુરપાટ ઝડપે કાર ચલાવી રહ્યો હતો. ત્યારે અચાનક ગાયત્રીનો મિત્ર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવે છે અને કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ જાય છે.

આ અકસ્માતની ઘટનામાં ગાયત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી આ કારણોસર તેનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. તેના મિત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલમાં તેને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મૃત્યુના સમાચાર સાંભળીને ગાયત્રીના ચાહકો અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માતમ છવાઇ ગયો હતો.

મળતી માહિતી અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે, એક મહિલાને બચાવવામાં ગાયત્રીની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના બની ત્યારબાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

ઉપરાંત પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ગાયત્રીના મીત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ગાયત્રીનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ગાયત્રીના મિત્રનું હોસ્પિટલમાં કરુણ મૃત્યુ થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સાઉથની જાણીતી અભિનેત્રીનું કાર અકસ્માતમાં કરૂણ મૃત્યુ, કાર બેકાબુ બનતા ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી…"

Leave a comment

Your email address will not be published.


*