કોરોનાની મહામારી કરનાર વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા પહેરવા પર સૌપ્રથમ 300 રૂપિયાનો દંડ લેવામાં આવતો હતો અને તે વધારીને 1000 રૂપિયા કરી દેવામાં આવ્યો હતો. સુરતવાસીઓ માસ્ક ન પહેરવા પર છેલ્લા દોઢ વર્ષમાં નિયમોનો ભંગ કરતા કુલ 9.11 કરોડનો દંડ ચૂકવ્યો છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા નિયમો ભંગ કરવા બદલ વસૂલવામાં આવેલ દંડ નો આંકડો બહાર પાડવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં સુરત પોલીસે માસ્ક ના પહેરવા પર કુલ 78,508 લોકો પાસેથી 7.85 કરોડનો દંડ વસૂલ્યો છે.
અને સુરત મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં 1.20 કરોડનો દંડ વસૂલ્યો છે. સુરતમાં આટલા કરોડનો દંડ ચૂકવ્યા બાદ પણ અમુક વ્યક્તિઓ હજુ સુધી કોરોના નિયમોનું પાલન નથી કરતા.
સુરત શહેરમાં સુરત પોલીસે 10 જુનના દિવસે 22,349 લોકો પાસેથી 2 કરોડ અને 23 લાખનો દંડ વસૂલ્યો છે. સુરત શહેરમાં એપ્રિલ મહિનામાં 52 હજાર લોકોએ આ માસ્ક ન ભરવાના કારણે દંડ કર્યો હતો. આ ઉપરાંત જૂન મહિનામાં માસ્ક ન પહેરનાર લોકોનો આંકડો 60 હજારની પહોંચે તેવી શક્યતા છે.
ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના થી મૃત્યુના ભોગ બનેલા લોકો નો આંકડો 9997 પહોંચ્યો છે. આજે ગુજરાત રાજ્યમાં 1063 દર્દીઓ કોરોના માં થી મુક્ત થયા છે. રસી ની વાત કરીએ તો ત્યાં સુધીમાં રાજ્યમાં 2,02,64,893 લોકોને કોરોના ની રસી અપાઇ ગઇ છે.
આ ઉપરાંત આજે રાજ્યમાં 2,34,501 લોકોને કોરોના ની રસી આપવામાં આવશે. આજે રાજ્યમાં અમદાવાદ શહેરમાં નવા કોરોના 54 કેસ અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં એક કેસ નોંધાયો છે. સુરતમાં કોરોના નવા 71 કેસો નોંધાયા છે અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં 2૫ જેટલા કેસો નોંધાયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment