સમગ્ર દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સોફા પર બેઠેલા વ્યક્તિનું અચાનક જ મોત થતા તેના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો છે.
મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ અનંત રામ હતું અને તેની ઉંમર ૩૩ વર્ષની હતી. અનંતરામ પોતાનું કામકાજ કર્યા બાદ સોફા પર બેસીને મોબાઈલ જોઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ તેનું મોત થયું હતું.
આ ઘટના બિહારમાંથી સામે આવી રહી છે. અહીં બિરયાની હાઉસમાં અનંત રામ નામનો વ્યક્તિ સફાઈ કામદાર તરીકે કામ કરતો હતો. મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ અનંત રામ સાફ-સફાઈ નું કામ કરતો હતો.
પોતાનું કામ કર્યા બાદ તે સોફા ઉપર શાંતિથી બેઠો હતો. અહીં બેઠા બેઠા તે મોબાઈલ જોઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ બેઠા બેઠા તેનું મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. અનંત નું મોત કયા કારણોસર થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાની જાણ થયા બાદ અનંતના પરિવારજનો અને તેની પત્ની હોસ્પિટલ સાથે પહોંચી આવ્યા હતા.
આ ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસે તૈયાર કરેલા મૃત્યુ પામેલા વ્યક્તિના રિપોર્ટ અનુસાર, અનંતનો મોત ઝેરી પદાર્થના સેવનના કારણે થયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તેના મોતનું સાચું કારણ જાણવા મળશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment