નોકરી પરથી ઘરે જતા યુવકની બાઈકની સામે કૂતરું આડું ઉતરતા સર્જાયો ભયંકર અકસ્માત… યુવકનું રીબાઈ રીબાઈને મોત…

મોરબીમાં બનેલી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. મોરબી તાલુકાના ટિંબડી ગામ પાસેથી બાઈક લઇને જતા યુવકને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર તેનું કરુણ મોત થયું છે.

મળતી માહિતી અનુસાર યુવક બાઈક લઈને જતો હતો. ત્યારે અચાનક જ સામે કૂતરું ઉતરતા યુવકે બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બાઇક સ્લીપ ખાઈ ગઈ હતી. ત્યારબાદ ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં તેને સારવાર મળે તે પહેલા તો તેનું મોત થઈ ગયું હતું. આ સમગ્ર ઘટનાને લઈને મોરબી તાલુકા પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર મોરબીના ટીંબડી પાટીયા પાસે રહેતો એક યુવક ગઈકાલે રાત્રે પોતાની નોકરી પૂરી કરીને બાઇક લઈને પોતાના ગામ તરફ જઈ રહ્યો હતો.

આ દરમિયાન રસ્તામાં અચાનક જ તેની બાઇકની સામે કૂતરું આડું ઉતરતા બાઈક પર સવાર યુવકે બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બાઇક પર સવાર યુવક રોડ પર ઢળી પડ્યો હતો. આ ઘટનામાં તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

ઘટના બાદ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં યુવકને સારવાર મળે તે પહેલાં તો તેનું મોત થઈ ગયું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*