આપણે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે કે નવયુવાનો દ્વારા સારી ખેતી કરીને ઘણો સારો નફો કમાતા હોય છે. હાલમાં એવો જ એક કિસ્સો ગુજરાતના સુરત ના કામરેજ માં રહેતા પ્રવિણ પટેલ સાથે થયો હતો. પ્રવીણ એન્જિનિયરિંગ નો અભ્યાસ કરવા માટે પૂણેની કોલેજ માંથી એડમિશન લીધું હતું.
પ્રવીણના પિતાની અચાનક તબિયત ખરાબ થતા તેને પોતાનો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો અને ઘરે આવી ગયો, ત્યાર પછી પરિવારની આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી તો પ્રવીણે ખેતી કરવાનું નક્કી કર્યું.પ્રવીણ ના પિતા શરૂથી જ પરંપરાગત ખેતી કરતા હતા એટલે પ્રવીણ એ પણ તે ખેતી કરવાનું શરૂ કર્યું તેમાંથી તેને વધારે નફો મળતો હતો.
પ્રવીણે કૃષિમા નવી કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું અને પ્રવીણ નવી ટેકનીક શીખવા માટે વિદેશ પણ ગયો હતો અને ત્યાં જઈને ઘણા ખેડૂતોને મળ્યો અને નવી ખેતી શીખીને પ્રવીણ તેના ગામમાં પાછા આવીને નવી પદ્ધતિ સાથે ખેતરમાં કાકડી ઉગાડવાનું શરૂ કર્યું.
પ્રવીણ મહારાષ્ટ્ર માંથી 45,000 કાકડી ના બીજ ખરીદીને તેને આઠ એકર જમીન પર વિવિધ પ્રકારના બીજ લાવીને ઉગાડર્યા હતા અને પ્રવીણે ત્રણ મહિનામાં ખેતી કરીને પાંચ લાખ રૂપિયાનો નફો કમાયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment