દેશની ઘણી મહિલાઓ ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છતાં મહેનત કરીને સફળતા મેળવતા હોય છે.એક કિસ્સો હરિયાણાના જયસિંહપુરા ગામમાં રહેતી શિવજીત ભારતી સાથે થયો હતો. ભારતી ના પિતા દરરોજ સવારે દરેકના ઘરે ઘરે છાપું વાંચવાનું કામ કરતા હતા અને તેની માતા આંગણવાડીમાં કામ કરતા હતા.
આ યુવતીના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તે સારા કોચિંગ ક્લાસમાં જોડાઈ શકે તેમ ન હતી.તેથી યુવતીએ પોતાની જાતે જ પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેજ સમયે ભારતી પાસે upsc પરીક્ષાની તૈયારીઓ કરવા માટે પુસ્તક લાવવાના પણ પૈસા ન હતા.
ભારતી ઘરે જ રહીને ટ્યૂશન કરાવીને જે પૈસા મળતા તેમાંથી તેણે પુસ્તકો ખરીદીને અભ્યાસ કર્યો હતો. આથી ભારતીએ વર્ષ 2015 માં પંજાબ યુનિવર્સિટીમાંથી ભારતીય ગણિતમાં અનુસ્નાતક પણ પૂરું કર્યું હતું. ભારતીએ તેના ઘરે જ સખત મહેનત કરીને સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેને પ્રથમ પ્રયાસમાં જ હરિયાણા યુપીએસસીની પરીક્ષામાં સફળતા મેળવીને પાસ કરી હતી.ત્યારબાદ તે IAS અધિકારી બની ગઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!