જીવન જીવનના બે પાસા હોય છે સુખ અને દુઃખ. તો કેટલાક વ્યક્તિ તેનું આખું જીવન સુખ માંથી પસાર કરી દેતા હોય છે,તો કેટલાક લોકોના જીવનમાં સુખ નામની વસ્તુ જ આવતી હતી. એવામાં ઘણા લોકોની એવી તકલીફો સામે આવી જતી હોય છે કે જેના થકી તેમનું આખું જીવન બદલાઈ જતું હોય છે. આજે આપણે એક એવા જ વિશે વાત કરીશું કે જેનું આખું જીવન તકલીફમાં પસાર થઈ ગયું છે.
તેમણે પોતાના જીવનમાં ક્યારેય સુખ જોયું જ નથી. આ બા એ નાની ઉંમરે તકલીફોનો સામનો કરતા થઈ ગયા. વાત જાણે એમ છે કે ખુબ જ નાની ઉંમરે આ બા નાં પતિનું મૃત્યુ થઈ ગયું હતું તેથી આખા ઘરની જવાબદારી તેમના પર આવી પહોંચી હતી. તેમને કોઈ દીકરો નથી માત્ર એક દીકરી જ છે. પરંતુ એક દીકરી પણ હૃદયની તકલીફને લીધે કંઈ કામ કરી શકતી નથી.
તેથી આ બા પર બધી જવાબદારી આવી પડી છે. તેમની ઉંમર થઈ ગઈ હોવાથી તેમને પોતાની મહેનતથી ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. આજે આ બા પોતે બીજાના ઘરનું કામ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. આ બા ની આર્થિક પરિસ્થિતી એટલી નબળી છે કે તેમના ઘરમાં એક પંખો નથી અને તેમનું જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે.
તેમને થોડા દિવસો પહેલાં પગમાં ઇજા થતાં તેમને એક મહિનાથી કોઈ કામ પર જતા નથી. એવામાં આ બા ની મદદ કરવા માટે અમુક એવા સમાજ સેવકો આ બા ની વેદના જાણીને મદદ કરવા માટે દોડી ગયા હતા. જ્યારે આ સમાજસેવાના યુવકોએ આ બા ની આર્થિક પરિસ્થિતિ વિશે સાંભળ્યું તો એ યુવકો ભાવુક આઉટ થઈ ગયા હતા.
અને આ બા ની બધી જ તકલીફ દૂર કરવા માટે મળીને બાને કરિયાણાની મદદ કરવાનું નક્કી કર્યું.આ યુવકો દ્વારા દર મહિને આ બા નાં ઘરે કરિયાણું પહોંચાડવામાં આવશે. તેમને કોઈપણ જાતની ખાવા-પીવાની તકલીફ ન પડે તે માટે તેઓ તેમને બધા જ પ્રકારની સગવડો કરી આપશે.
એટલું જ નહીં પરંતુ આ સમાજસેવાના યુવકોએ આ બા ના ઘરે પંખો નથી તેથી તેમના ઘરે પંખાની અને સાથે સાથે ગેસના બાટલાની પણ સગવડ કરી આપી. આવા જ યુવકોની આપણા દેશમાં જરૂર છે કે જેઓ માત્ર પોતાનું જ નહીં પરંતુ બીજાનું પણ સારું જ ઇચ્છે છે, ત્યારે આ યુવકોએ સેવાભાવી કાર્ય કરીને સમાજમાં માનવતા મહેકાવી છે અને આવા એક જ નહીં પરંતુ ઘણા લોકોની આર્થિક રીતે મદદ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment