સોના-ચાંદીના ભાવમાં ઉઠલ પાથલ જોવા મળે છે તેથી તેવું કહેવું મુશ્કેલ જણાય તે ક્યારે ભાવ વધશે અથવા ક્યારે ભાવ ઘટશે. ઓગસ્ટ મહિનાથી સતત ભાવ ઘટ્યો છે જયારે વચ્ચે બે-ત્રણ દિવસ ભાવમાં વધારો થયો હતો ત્યારથી ફરી એકવાર ભાવ ઘટવાની શરૂઆત થઈ ગઈ છે.
હાલમાં બે દિવસની અંદર ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. માત્ર અઢી મહિનાના ટૂંકસમયમાં 6340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટાડો થયો છે. ઓગસ્ટ મહિનાથી સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
કારણ કે ઓગસ્ટ મહિનામાં કોરોના સંકટ ઓછું થયું હતું અને ઉદ્યોગો ફરી શરૂ થયા હતા.ચાંદીના ભાવ ની વાત કરવામાં આવે તો એક ગ્રામ ચાંદીનો ભાવ 65.30 રૂપિયા છે જ્યારે 10 ગ્રામ ચાંદીનો ભાવ 653 રૂપિયા છે.
જ્યારે સો ગ્રામ ચાંદીનો ભાવ 6530 રૂપિયા છે અને એક કિલો ગ્રામ ચાંદીનો ભાવ 65300 રૂપિયા છે. જો કે કાલની સરખામણીએ આજરોજ ચાંદીના ભાવ જોવા જઈએ તો 700 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.
22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ 4437 રૂપિયા છે જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ 35496 રૂપિયા છે જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ 4,43,700 રૂપિયા છે.
જો કે કાલની સરખામણીએ આજે 22 કેરેટ સોનાના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ 4624 રૂપિયા છે.
જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 46240 રૂપિયા છે જયારે 100 ગ્રામ સોનાનો ભાવ 4,62,400 રૂપિયા છે. કાલની સરખામણીએ આજરોજ 24 કેરેટ સોનાના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment