ગુજરાતના મસીહા કહેવાતા ખજૂર ભાઈને તો સૌ કોઈ જાણતા જશો. જેમને અત્યાર સુધી પોતાના ખિસ્સાના કરોડો રૂપિયા વાપરીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરી છે અને તેઓ ક્યારેય સેવાના કાર્યોમાં પાછા પડતા નથી. ગત વર્ષે જ્યારે વાવાઝોડું આવ્યું હતું ત્યારે ખજૂર ભાઈએ સૌરાષ્ટ્રના લોકોની મદદ કરી હતી.
એટલું જ નહીં પરંતુ ગરમીના દિવસોમાં ઘણા એવા લોકોને કુલર જેવી પણ વ્યવસ્થા કરી આપી હતી. તેથી જ તેઓ હાલ માનવતાના કાર્ય કરીને સમાજ સામે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. ગત વર્ષે આવેલા વાવાઝોડા દરમિયાન લોકોની મદદ કરીને ઘણા એવા લોકોના ઘર પડી ગયવા લોકોને નવા ઘર બનાવી આપીને 200 ઘર બનાવવાનો ટાર્ગેટ પણ પૂર્ણ કર્યો હતો. તેઓ હર હંમેશ જરૂરિયાતમંદ વ્યક્તિઓની મદદ કરતા આવ્યા છે તેથી જ તેઓ હાલ ગરીબોના મસિહા તરીકે જાણીતા થયા છે. ખજૂર ભાઈ ક્યારેય ગરીબોની મદદ કરવામાં પાછી પાની કરતા નથી.
તેવામાં જ હાલ ખજૂર ભાઈ કેદારનાથ પોતાની ટીમ સાથે ગયા હતા ત્યારે જાણીએ છીએ કે શ્રાવણ મહિનો ચાલતો હોય ત્યારે શિવભક્તો શિવ ભક્તિમાં રંગાઈ ગયા હોય છે, ત્યારે ખજૂર ભાઈ પણ કેદારનાથના ધામમાં અનોખી રીતે સેવા કરતા નજરે પડ્યા. જેમાં તેઓ પોઠિયાને સ્નાન કરાવતા જોવા મળ્યા છે. તેમનો હાલ એ વિડિયો સોશિયલ મીડિયા પર ધમાકેદાર રીતે વાયરલ થયો છે.
કહેવાય છે કે ખજૂર ભાઈ પ્રાણી પ્રેમી પણ છે, તેમને પ્રાણી પ્રત્યેનો પ્રેમ પણ ત્યાં જઈને ખચર જેવા પ્રાણીની ગોળ ખવડાવી સેવાનું કાર્ય કરી રહ્યા છે માત્ર સેવાનું જ નહીં પરંતુ પુણ્યનું કામ પણ કહી શકાય ત્યારે ખજૂર ભાઈ સમાજ સામે આવા સેવાકીય કાર્ય કરીને માનવતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. આ ઉપરાંત કુતરાઓને પણ ખજૂર ભાઈ દૂધ પીવડાવતા નજરે પડ્યા.
ત્યારે દરેક લોકો ખજૂર ભાઈની દરિયાદિલીની સલામ કરી રહ્યા છે. જીગલી ખજૂર ઉર્ફે નીતિન જાની કે જે હોય એ હાલ સૌ કોઈના દિલમાં સ્થાન બનાવી દીધું છે તેનું એકમાત્ર કારણ તેઓની મદદ કરવાની ભાવના! મદદ કરવાની ભાવના સૌ કોઈ મા હોતી નથી. ત્યારે ખજૂર ભાઈ સૌ કોઈ ગરીબ લોકોની મદદ કરીને માનવતા મહેક આવી રહ્યા છે ત્યારે હાલ તેઓ કેદારનાથમાં જઈને લોકોની સેવા પણ કરી રહ્યા છે. તેથી જ તો ખજૂર ભાઈને ઘણા વૃદ્ધોના આશીર્વાદ પણ મળી ચૂક્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment