રસ્તા પર ભારે ટ્રાફિક જામ હોવાથી કારમાંથી નીચે ઉતરેલા, વેપારીને પાછળથી આવતા ટ્રક ચાલકે કચડી નાખ્યા, વેપારીનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ…

Published on: 1:34 pm, Fri, 19 August 22

હજુ પણ ગુજરાતમાં અકસ્માત8 ત્યારે માંજલપુરના આધેડની જાંબુવા બ્રિજ પાસે નડ્યો અકસ્માત. વાત જાણે એમ છે કે જાંબુવા બ્રિજ પાસે બુધવારે મોડી સાંજે ટ્રાફિક હોવાને લીધે એક યુવક કારની બહાર નીકળ્યો તે દરમિયાન એક પાછળથી આવતા ટ્રકે તેને અડફેટેમાં લીધો હતો. આ કારણસર તેનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

આ ઘટનાની જાણ થતા તેમના ભાઈએ ટ્રક ચાલક વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. આ કિસ્સા વિશે વિસ્તૃતમાં વાત કરતા જણાવીશ તો માંજલપુર વિસ્તારની ચોકડી પાસે આવેલી નક્ષત્ર સોસાયટીમાં રહેતો 49 વર્ષીય યુવક જેનું નામ મુકેશ માધવસિંહ રાજની કે જેઓ કરજણ ખાતે મારુતિનંદન નામની જંતુનાશક કેમિકલની દુકાન ચલાવે છે.

તેઓ જ્યારે કરજણ થી પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમની સાથે અકસ્માતની ઘટના બની હતી. જેમાં જાંબુવા બ્રિજ પાસે ટ્રાફિક હોવાને લીધે કારમાંથી નીચે ઉતર્યા તે દરમિયાન પૂર ઝડપે આવતા ટ્રક તેમને પાછળથી અડફેટેમાં લીધા હતા.

આ ઘટનામાં તેઓ ટ્રકની નીચે કચડાઈ ગયા હતા. આ ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ઓછા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા મૃત્યુ પામેલા મુકેશભાઈના પત્ની ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ટ્રકના ડ્રાઇવર વિરુદ્ધ મૃતકના પરિવારજનોએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મુકેશભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કહેવાય છે કે ક્યારે આવી ઘટના કહીને નથી આવતી અને અચાનક બની જાય છે ત્યારે લોકોના જીવ પણ જતા રહેતા હોય છે, ત્યારે એવું જ કિસ્સો જાંબુવા બ્રિજ પાસે બન્યો અને એક યુવક ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રસ્તા પર ભારે ટ્રાફિક જામ હોવાથી કારમાંથી નીચે ઉતરેલા, વેપારીને પાછળથી આવતા ટ્રક ચાલકે કચડી નાખ્યા, વેપારીનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*