ગુજરાત રાજ્ય માં કોરોના ના આંકડા ચિંતાજનક સ્તરે વધી રહ્યા છે. રાજ્યમાં સાત હજારથી વધુ દરરોજ પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાત ની એક ચેનલ સાથે વાતચીત કરી હતી. લોકડાઉન ના સવારે મુખ્યમંત્રી રૂપાણી એ જાણો શું સ્પષ્ટતા કરી હતી.
હાલ સમગ્ર દેશમાં કોરોના ની સ્થિતિ બેકાબૂ છે અને તેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં સતત કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા છે. સરેરાશ 7 હજાર ની પાર નવા કેસો નોંધાઈ રહ્યા છે.
તો ડેથ રેટ માં પણ સતત વધારો થઈ રહ્યો છે અને આ મામલે રાજ્યની સાચી સ્થિતિ જાણવા અને કોરોના સામેની આગળની લડત માટે રૂપાણી સરકારની શું યોજના છે.
તે જાણવા ગુજરાત ની ચેનલ સાથે તેમને ખાસ વાતચીત કરી હતી.રાજ્યની સ્થિતિ જોતા લોકડાઉન વિશે મુખ્યમંત્રીને સવાલ કરવામાં આવ્યો હતો.
અને આ સવાલના જવાબ માં તેઓએ જણાવ્યું કે, જે પ્રતિબંધ જરૂરી છે તે લગાવી રહ્યા છીએ પરંતુ હાલ લોકડાઉન ની કોઈ વિચાર નથી.
તેઓએ કહ્યું કે મહારાષ્ટ્રની સ્થિતિ ગુજરાત થી પણ વધારે ખરાબ છે. તેમ છતાં પણ ત્યાં લોકડાઉન લાગુ કરાયો નથી. દેશમાં એક મત એવો પણ છે.
લોકડાઉન થી કેસ ઓછા નહીં થાય અને તમે માત્ર તમને ભીડ એકઠી ન થાય એટલું જ કરો. એ સંદર્ભે આપણે રાત્રી કરફ્યુ એટલે કોરોના કર્ફ્યુ લાદી દીધો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment