હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. આ ઘટના ઝારખંડની છે. તળાવમાં નહાવા પડેલા પાંચ બાળકો ડૂબી જતાં બાળકોના મૃત્યુ થયા છે. મળતી માહિતી મુજબ તમામ બાળકોની ઉંમર 12 થી 13 વર્ષની વચ્ચે છે. આ બધા બાળકો એકબીજાના ગાઢ મિત્રો હતા.
તેઓની મિત્રતા એવી હતી કે જ્યારે એક બીજાને બચાવવા માટે એક પછી એક તેઓ તળાવમાં કૂદી પડ્યા. પરંતુ તેઓ એકબીજાને બચાવી શક્યા નહીં. આ સમગ્ર ઘટનાની જાણ થતાં ગામના લોકો હચમચી ગયા હતા. આ સમગ્ર ઘટના મંગળવારના રોજ હજીરા બાગ જિલ્લાના કટકમશાંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.
આ ઘટનામાં ચાર જુદા-જુદા કુટુંબના પાંચ બાળકો એ તળાવમાં ડૂબી જવાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેમાં ત્રણ છોકરીઓ અને એક છોકરા નો સમાવેશ થયો છે. મળતી માહિતી મુજબ તળાવમાં ન્હાવાતી આ વખતે 10 વરસનો રીષુ કુમાર ડૂબવા લાગ્યો હતો.
ત્યારે તેને બચાવવા માટે અન્ય ચાર બાળકો તળાવમાં કૂદી હતા અને ત્યાર બાદ એક પછી એક બાળક ડૂબવા લાગ્યો હતો. માસુમ બાળકોની ઓળખાણમાં 10 વર્ષિય રિશુ કુમાર,11 વર્ષની દુર્ગા કુમારી, 12 વર્ષીય રિયા કુમારી, 13 વર્ષની નિકિતા કુમારીઅને 13 વર્ષીય કાજલ કુમારીનો તળાવમાં ડૂબવાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ ઘટનાની જાણ ગામના લોકોને થતાં સમગ્ર ગામના લોકો શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા આખું ગામ તળાવ પાસે પહોંચી ગયું હતું. તમામ બાળકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પરંતુ ડોક્ટરે તમામ બાળકોને મૃત્યું જાહેર કર્યા હતા.
આ ઉપરાંત મળતી માહિતી મુજબ બાળકોના પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર ની આંખ પણ ભીની થઈ ગઈ હતી. અને ગામના તમામ લોકોના આંખમાં આંસુ જોવા મળ્યા હતા.
જ્યારે રમવા કૂદવાની ઉંમરે બાળકો ની અર્થી તૈયાર કરવામાં આવી ત્યારે આખું ગામ તેમના પરિવારજનોના રુદનથી આખું ગામ રડવા લાગ્યું હતું. આ સમગ્ર ઘટના પર ઝારખંડના મુખ્યમંત્રી એ પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment