ગુજરાતના કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર : રૂપાણી સરકાર ઓગસ્ટના પગાર સાથે 464 કરોડનું…

83

ગુજરાત સરકારે કોરોનાની મહામારી કર્મચારીઓ માટે લીધા સૌથી મોટા નિર્ણય. મળતી માહિતી મુજબ રાજ્યસરકારના અને પંચાયતના 9 લાખ એક હજારથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ પેન્શન ધારકોને મોંઘવારીના ભથ્થાના ઑક્ટોબર 2019 થી ડિસેમ્બર 2019 સુધીના ત્રણ મહિના ની રકમ ચૂકવવાની બાકી હતી.

હવે રાજ્ય સરકાર દ્વારા 464 કરોડની એરિયર્સની રકમની ચુકવણી કરવામાં આવશે. આ સમગ્ર મામલા પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક બેઠક કરીને નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર આ રકમ કર્મચારીઓને ઓગસ્ટ માસના પગાર સાથે આપવામાં આવશે.

આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારના 9 લાખ 61 હજારથી પણ વધારે અધિકારીઓ, કર્મચારીઓ અને ટેન્શન ધારકને તારીખ 1.7.2019 થી 5% મોંઘવારી ભથ્થુ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો.

જ્યારે કર્મચારીઓને આવાસ ભથ્થુ જાન્યુઆરી 2020 થી દર મહિનાના પગાર સાથે ચૂકવવામાં આવી રહેલું છે. ત્યારે રાજ્ય સરકારે તારીખ 1/7/2019 થી તારીખ 31/12/2019 સુધી એમ કુલ છ મહિનાના મોંઘવારી ભથ્થાના તફાવતને રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શન ધારકોને ચૂકવવાનો નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ, અધિકારીઓ અને પેન્શન ધારકોને એરીયર્સની રકમ પણ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આ રકમ ઓગસ્ટ મહિનાના પગાર સાથે આપવામાં આવશે.

આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે વિજય રૂપાણી સાથે વાતચીત કર્યા બાદ તેમની પરમિશન બાદ અધિકારીઓને આ રકમ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!