હાલમાં બનેલી એક હૃદય દ્રાવક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક માતાએ પોતાના 3 બાળકો સાથે કંઈક એવું પગલું ભર્યું કે ઘટના સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. મિત્રો તમને બધાને ખબર હશે કે દેશમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી ઘટનામાં એક માતાએ પોતાના ત્રણ બાળકો સાથે ઘરમાં બનેલા પાણીના ટાંકામાં કૂદીને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો.
પાણીની અંદર પડતા જ માતાને તકલીફ થવા લાગી હતી અને તેને બૂમાબૂમ કરી હતી. આ અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ પાણીના ટાંકામાં પડેલા ચારેયને બહાર કાઢવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ત્રણેય માસુમ બાળકોના મોત થયા છે.
જ્યારે માતાનો બચાવ થયો છે અને હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ ઘટના હરિયાણાના નૂહ જિલ્લામાં બની હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા ત્રણેય બાળકોને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
પોસ્ટમોટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર સકુનત નામની મહિલા તેના 3 બાળકો સાથે ઘરમાં બનેલા પાણીના ટાંકામાં કુદી પડી હતી. પાણીમાં કુદીયા બાદ સકુનતને ખૂબ જ તકલીફ પડવા લાગી અને તે જોર જોરથી રડવા લાગી હતી.
તેનો રડવાનું અને બુમ નો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. લોકો ચારેયને પાણીમાંથી બહાર કાઢે તે પહેલા તો ત્રણેય માસુમ બાળકોને મોત થયા હતા. આ ઘટનામાં બાળકોની માતા બચી ગઈ હતી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનામાં 12 વર્ષનો એક દીકરો બચી ગયો કારણકે તે શાળાએ ગયો હતો
આ ઘટના બનતા આજે ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી અને આ ઘટનાને લઈને મૃતક બાળકોના પરિવારજનોએ પણ કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment