રાજ્યમાં ચારેતરફ કોરોના હાહાકાર મચાવી દીધો છે અને હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે.બેડ મળે તો ઓક્સિજનનો પૂરવઠો ખૂટી પડ્યા છે. આ સંજોગોમાં કોંગ્રેસે પોતાના કાર્યાલય અને શંકરસિંહ વાઘેલાએ પોતાના ટ્રસ્ટની બે કોલેજોને કોવીડ કેર સેન્ટરમાં ફેરવવા માટેની તૈયારી બતાવતાં જાહેરાત કરી છે.
વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી ગુજરાત ની ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, સમગ્ર ગુજરાતના કોંગ્રેસના કાર્યાલય કોવીડ કેર સેન્ટરમાં ફેરવવા હોય તો અમે તૈયાર છીએ.
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પોતાના ટ્રસ્ટ દ્વારા ચાલતી ગાંધીનગરમાં આવેલી બે કોલેજને હોસ્પિટલ કે કવોરેન્ટાઇન સેન્ટરમાં ફેરવવી હોય તો તે માટે તૈયારી દર્શાવી છે.
શંકરસિંહ વાઘેલાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી ને પત્ર લખીને આ અંગે જાણ કરી હતી. પત્રમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું છે કે, કોરોના ના કપરા સમયે.
હું સરકારને મારા ટ્રસ્ટ અને ફાઉન્ડેશન દ્વારા ચાલતી સંસ્થાઓ કવોરન્ટાઈન સેન્ટર બનાવવા માટે આપવા માંગું છું.સોમવારના રોજ છેલ્લા 24 કલાકમાં.
ગુજરાત રાજ્યમાં સૌથી વધુ 6021 નવા કેસ નોંધાયા હતા જ્યારે વધુ 55 લોકોના મૃત્યુ થયા હતા. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે.
રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે. રાજ્યમાં ગઈકાલે 2854 લોકોએ કોરોનાને મહાત આપી છે. તેની સાથે અત્યાર સુધીમાં 3,17,981 લોકો ડિસ્ચાર્જ થયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment