પેટ્રોલ ડીઝલ ના ભાવમાં થઇ શકે છે મોટો ઘટાડો, ટૂંક જ સમયમાં પ્રધાનમંત્રી મોદી લઈ શકે છે મોટો નિર્ણય.

Published on: 3:45 pm, Wed, 14 April 21

સામાન્ય માણસને થોડા સમયમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાંથી રાહત મળે તેવી શક્યતા છે. પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યુટી ઓછી થઇ શકે છે. દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી જશે.

અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેકસ એન્ડ કસ્ટમસ ના ચેરમેન એમ. અજીત કુમાર કહ્યુ કે સરકાર સતત પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવા પર વિચાર કરી રહી છે. સમય આવતા તેના પર નિર્ણય લેવામાં આવશે.

પેટ્રોલ અને ડીઝલ પર રેકોર્ડ એક્સાઇઝ ડ્યુટી થી અપ્રત્યક્ષ કર સંગ્રહ 31 માર્ચે પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ 2020-21 માં વાર્ષિક આધાર પર 59 ટકા વધુ રહો છે.

ટેકસના આંકડાઓ ની જાણકારી આપતા તેઓએ કહ્યું કે, અમને આશા છે કે આવનારા મહિનાઓમાં રેવન્યુ સારો રહેશે. જ્યાં સુધી ઇંધણના ભાવમાં ઘટાડાનો સવાલ છે.

ના પર સરકારની સતત નજર છે અને મને પૂરો વિશ્વાસ છે કે જ્યારે પણ સમય આવશે, આ વિશે નિર્ણય લેવામાં આવશે.અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીના કારણે ભારતમાં કેટલાક શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઈ છે.

અત્યાર સુધી સરકારે 13 વખત એક્સાઇઝ ડ્યુટી વધારી દીધી છે. પેટ્રોલ અને ડીઝલ પર છેલ્લી વાર મે 2020 માં એક્સાઇઝ ડ્યુટી વધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પેટ્રોલ ડીઝલ ના ભાવમાં થઇ શકે છે મોટો ઘટાડો, ટૂંક જ સમયમાં પ્રધાનમંત્રી મોદી લઈ શકે છે મોટો નિર્ણય."

Leave a comment

Your email address will not be published.


*