દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું 99 વર્ષની ઉંમરે થયું નિધન, ધર્મની સાથે દેશભક્તિમાં આટલા બધા આગળ હતા કે…

હાલમાં એક ખૂબ જ મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જ્યોતિમઠ બદ્રીનાથ અને શારદાપીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું રવિવારના રોજ નિધન થયું છે. 99 વર્ષની ઉંમરે શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી બ્રહ્મલીન થયા છે. મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના પરમહંસી ગંગા આશ્રમમાં બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ તેમને અંતિમ શ્વાસ લીધા હતા.

સ્વામી શંકરાચાર્ય હિન્દુઓના સૌથી મહાન ધર્મગુરુ હતા. તેમની તબિયતની વાત કરીએ તો, છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત સારી રહેતી ન હતી અને તેઓ બીમાર હતા. સ્વામી શંકરાચાર્ય ધર્મની સાથે દેશભક્તિમાં કામમાં પણ આગળ હતા. સ્વામી શંકરાચાર્ય આઝાદીની લડાઈમાં જેલમાં પણ ગયા હતા.

એટલું જ નહીં પરંતુ રામ મંદિર નિર્માણ માટે સ્વામી શંકરાચાર્યએ લાંબી કાયદાકીય લડાઈ પણ લડી હતી. સ્વામી શંકરાચાર્યએ માત્ર નવ વર્ષની ઉંમરે પોતાનું ઘર છોડી દીધું હતું અને ધાર્મિક તીર્થયાત્રાઓ શરૂ કરી હતી. ત્યારે તેઓ કાશી પહોંચ્યા હતા અને બ્રહ્મલીન શ્રી સ્વામી કરપિત મહારાજ વેદ-વેદાંગ અને શાસ્ત્રો શીખ્યા હતા.

તેઓ ધાર્મિક હોવાની સાથે દેશભક્ત પણ હતા. સ્વાતંત્ર સંગ્રામના આંદોલનમાં તેમને ભાગ લીધો હતો. ત્યારે સ્વામી શંકરાચાર્યની ઉંમર માત્ર 19 વર્ષની હતી. જેના કારણે તેઓ ‘કાંતિકારી સાધુ’ તરીકે જાણીતા થયા હતા. ત્યારે તેમને 9 મહિના વારાણસીની જેલમાં અને 6 મહિના મધ્યપ્રદેશની જેલમાં વિતાવ્યા હતા.

સ્વામી સ્વરૂપાનંદને 1950 માં દાંડી સન્યાસી બનાવવામાં આવ્યા હતા. જ્યોતિમઠ પીઠના બ્રહ્માલીન શંકરાચાર્યએ સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી પાસેથી દાંડી સન્યાસીની દીક્ષા લીધી અને સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી તરીકે તેઓ ઓળખાયા હતા. તેમને 1981માં શંકરાચાર્યની પદવી મળી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*