ટ્રેનની અડફેટેમાં આવી જતા બંનેના કરોડ મૃત્યુ, ટ્રેનની સામે ઊભેલી યુવતીને બચાવવા ગયેલા એક વ્યક્તિ પણ ટ્રેનની…લોકોની ચીસો નીકળી ગઈ..!

Published on: 10:29 am, Mon, 12 September 22

મિત્રો દરરોજ ઘણા અવારનવાર બનાવો બનતા હોય છે. ત્યારે હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ટ્રેનની અડફેટેમાં આવી જવાના કારણે બે વ્યક્તિના મૃત્યુની પછી આ છે. હકીકતમાં એક યુવતી રેલવે ટ્રેક પર ટ્રેનની સામે કૂદી ગઈ હતી, ત્યારે એક આધેડ વ્યક્તિ યુવતીને બચાવવા માટે તેની પાસે જાય છે આ દરમિયાન બંને ટ્રેનની અડફેટેમાં આવી ગયા હતા.

જેના કારણે બંનેના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. આ ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે બંનેના મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

આ ઘટના જાલૌનમાં બની હતી. આ ઘટનામાં સંતોષ નામના વ્યક્તિ અંજલી નામની યુવતીને સામેથી આવતી ટ્રેનથી બચાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ દરમિયાન બંને ટ્રેનની અડફેટેમાં આવી ગયા હતા. જેના કારણે બંનેના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા. આ દ્રશ્ય જોઈને ત્યાં ઉભેલા સ્થાનિક લોકોની ચીસો નીકળી ગઈ હતી.

ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે મૃતકોની ઓળખ કરીને આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરી હતી. ઘટનાની માહિતી મળતા જ સંબંધીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી અંજલિના ભાઈ એ જણાવ્યું કે, તેની બહેન માનસિક રીતે પરેશાન રહેતી હતી. તેની સારવાર પણ ચાલી રહી હતી. આ પહેલા પણ તેને જીવ ટૂંકાવાના પ્રયાસો કર્યા હતા. ત્યારે તેને રેલ્વે ટ્રેક પર ટ્રેનની સામે મૃત્યુની છલાંગ લગાવી હતી. તેને બચાવવા માટે સંતોષ નામના વ્યક્તિ તેની પાસે પહોંચ્યા હતા. આ દરમિયાન ટ્રેન આવી જાય છે અને બંને તેની અડફેટેમાં આવી ગયા હતા.

મૃત્યુ પામેલા સંતોષના દીકરાએ જણાવ્યું કે, તેના પિતા તેનાથી અલગ રહેતા હતા. મૃત્યુ પામેલી અંજલીના ઘરમાં જ સંતોષભાઈ ભાડે રહેતા હતા. આ ઘટનાને લઈને ઘણી બધી અલગ વાતો પણ થઈ રહી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે અને સમગ્ર ઘટનાને લઈને સાચું કારણ જાણવાનો પ્રયાસ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ટ્રેનની અડફેટેમાં આવી જતા બંનેના કરોડ મૃત્યુ, ટ્રેનની સામે ઊભેલી યુવતીને બચાવવા ગયેલા એક વ્યક્તિ પણ ટ્રેનની…લોકોની ચીસો નીકળી ગઈ..!"

Leave a comment

Your email address will not be published.


*