સૌરાષ્ટ્ર ભાજપના આ ટોચના નેતા પર ભાજપના ઉમેદવારને હરાવવાનો લાગ્યો ગંભીર આક્ષેપ, જાણો વિગતે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી નો ભવ્ય વિજય થયો છે ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લા પંચાયતની કમળાપુર બેઠક ભાજપના ઉમેદવારના હરાવવા ભાજપના પ્રદેશ અને જિલ્લા ના નેતા ના કારણે હાર થઈ હોવાની પાર્ટીમાં ફરિયાદ થઈ છે. ભાજપના ઉમેદવાર રામ ભાઈ સાકળીયા એ જિલ્લા ભાજપ પ્રમુખને અરજી આપી છે.

પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખ રામાણી અને જસદણ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ રામાણીના કારણે હાર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે.ભરત બોઘરા એ કોંગ્રેસને રૂપિયાથી લઇને તમામ સુવિધાઓ પુરી પાડી છે તેવો તેમને આક્ષેપ લગાવ્યો છે.

જે ગામોમાં ભાજપના નેતાઓનું વર્ચસ્વ છે તે ગામોમાં કોંગ્રેસ ની લીડ નીકળી છે.લિલપુર ગામ જસદણ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભ રામાણી નું છે અને વલ્લભ રામાણી એ કોંગ્રેસ તરફી મતદાન કર્યું હોવાનું આક્ષેપ લગાવ્યો છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે.

ત્યારે ભાજપના નેતાએ સૌરાષ્ટ્રના આ ટોચના નેતાઓ પર ગંભીર આક્ષેપ લગાવ્યો છે જે આગામી સમય જ બતાવશે કે આક્ષેપ કેટલો સાચો છે.સૌરાષ્ટ્ર ઉપરાંત સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકા ઉપરાંત મહાનગરપાલિકામાં આવી હતી ભવ્ય વિજય મેળવ્યો છે અને ત્યારે કોંગ્રેસનો ફરી એક વખત કારમો પરાજય થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*