ગંભીર અકસ્માત : ઝાડ સાથે ઈકો કારની જબરદસ્ત ટક્કર થતા, કારમાં આગ લાગી ઉઠી – કારચાલકનું બળીને ભડથું થઈ ગયું…

દહેગામના કનીપુર ગામે બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર કનીપુર ગામે બાવડના ઝાડ સાથે એક ઈકો કારની જબરદસ્ત ટક્કર થઈ હતી. ટક્કર થયા બાદ કારમાં આગ લાગી ઉઠી હતી. ભાર લાગવાના કારણો 35 વર્ષીય કારચાલકનું બળીને ભડથું થઈ ગયું હતું.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક મોરબીનો રહેવાસી હતો. મળતી માહિતી અનુસાર કારમાં પંચર કરાવવા માટે ધમીજ જવા નીકળેલા યુવાનની કાર કનીપુર ગામે સ્કૂલ પાસે ઝાડ સાથે અથડાતાં કારમાં આગ લાગી ઉઠી હતી.

આ ઘટનામાં કારની સાથે કાર ચાલક પણ સંપૂર્ણ રીતે બળી ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના 20 જાન્યુઆરી ના રોજ લગભગ આઠ વાગ્યાની આસપાસ રાત્રિના સમયે બની હતી.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં ભલાભાઈ પાંચાભાઈનું મૃત્યુ થયું છે. અકસ્માત બન્યા બાદ કારમાં આગ લાગી ઉઠી હતી. ત્યારબાદ ભલાભાઇ કારમાંથી બહાર નીકળવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ કારમાં લાગેલી આગે ટૂંક જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

જેના કારણે ભલાભાઇ આગની ઝપેટમાં આવી ગયા હતા અને તેઓનું બળીને ભડથું થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

અને કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઉપરાંત દહેગામ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઇને અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*