હાલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવે છે. આ અકસ્માતની ઘટનામાં વાહન અને બસ વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં વાન ખાડામાં પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં વાનમાં સવાર પાંચ લોકોના કરૂણ મૃત્યુ થયા છે. અકસ્માતની ઘટનાની જાણ થતા આસપાસના લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
આ અકસ્માતમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી બે લોકોને સારવાર માટે કાનપુર રીફર કરવામાં આવ્યા છે. આ અકસ્માતની ઘટના કાનપુર ગામ વિસ્તારના મુસાનગરમાં બની હતી. આ અકસ્માતની ઘટનામાં ચિત્રકૂટ દર્શન કરવા જઈ રહેલા લોકોને રસ્તામાં અકસ્માત નડયો હતો.
અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા આ કારણોસર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાંચ લોકોના મૃત્યુ પર પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને યોગ્ય સારવાર મળે તે માટે નિર્દેશો પણ આપ્યા હતા.
મળતી માહિતી અનુસાર રવિવારના રોજ જસૌરા ગામના ગ્રામજનો વાનમાં ચિત્રકૂટ દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે ભોગીનીપુર તરફથી આવી રહેલી એક ખાનગી બસે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બસ સામેથી આવી રહેલા વાન સાથે અથડાઈ હતી.
બસ અને વાન વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે, વાન રોડના સાઈડના ખાડામાં પલટી ખાઈ ગયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે ઉમટી આવી હતી. આ અકસ્માતની ઘટનામાં વાહનમાં સવાર પાંચ લોકોના કરૂણ મૃત્યુ નિપજ્યા હતા.
જ્યારે ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે હાલમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment