ગુટખાના કારણ સર્જાયો ગંભીર અકસ્માત : અમદાવાદ થી કાનપુર જતી બસ રોડની સાઈડમાં ઉભેલા ટ્રેલર પાછળ ઘુસી જતા, બસમાં સવાર 4 મુસાફરના કરૂણ મૃત્યુ…

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતો જ જાય છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં એક જ ક્ષણમાં અકસ્માતના કારણે આખો હસતો ખેલતો પરિવાર વિખરાઈ જતો હોય છે. ત્યારે આજરોજ સવારે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.

આ અકસ્માતની ઘટનામાં 4 લોકોના કરૂણ મૃત્યુ નિપજ્યા છે. મળતી માહિતી અનુસાર એક ખાનગી બસ અમદાવાદ થી કાનપુર જઈ રહી હતી. આ દરમિયાન બસમાં 45 જેટલા મુસાફરો સવાર હતા. ત્યારે કોટા-બારણ હાઈવે-27 પર સિમલિયા પાસે 3 વાગ્યાની આસપાસ બસ ડ્રાઈવર બારીની બહાર ગુટકા થુંકવાનો પ્રયાસ કરે છે.

ત્યારે બસ ડ્રાઈવર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવે છે. જેથી બસ રોડ પર પાર્ક કરેલા ટ્રેલરની સાથે અથડાય છે. અકસ્માતની ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. આ અકસ્માતમાં બસમાં સવાર 4 મુસાફરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અકસ્માતની ઘટના બન્યા બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે બસની અંદર ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. ઉપરાંત ઈજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે મૃત્યુ પામેલા ચાર લોકોના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. મૃતકના પરિવારજનોને અકસ્માતની જાણ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં આરામ કરી રહેલા અન્ય બસ ડ્રાઈવરનો પણ કરુણ મૃત્યુ થયું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*