મંદિરે દર્શન કરવા જતા 18 વર્ષનો યુવક ચંબલ નદીમાં સ્નાન કરવા માટે ઉતર્યો, આ દરમિયાન નદીમાં ડૂબી જવાના કારણે યુવકનું કરુણ મૃત્યુ…

Published on: 11:38 am, Tue, 24 May 22

હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. કરૌલીના મંડરાયલમાં ચંબલ નદીમાં નહાતી વખતે ડૂબી જવાના કારણે એક યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃતદેહને નદીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને સગા-સંબંધીઓ ને સોંપી દેવામાં આવશે. આ ઘટના બનતા જ મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર 18 વર્ષીય વિકાસ નામનો યુવક નંબર નદીમાં ન્હાવા માટે ગયો હતો. મળતી માહિતી અનુસાર વિકાસ રાનીપુરનો નિવાસી હતો.

ચંબલ નદીમાં નાહતી વખતે વિકાસ ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને તેમને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને પોલીસે તરવૈયાઓની મદદથી ચંબલ નદીમાં વિકાસના મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી.

આખરે દોઢ કલાકની ભારે જહેમત બાદ વિકાસનું મૃતદેહ નદીમાંથી મળી આવ્યું હતું. ત્યારબાદ વિકાસના મૃતદેહને જિલ્લાની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યું હતું.  પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વિકાસના મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર વિકાસ ઠાકોર બાબાના દર્શન કરવા માટે ગયો હતો. દર્શન કર્યા પહેલા તે નદીમાં નાહવા માટે ઉતર્યો હતો. આ દરમિયાન તેની સાથે આ ઘટના બની હતી. વિકાસનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. હાલમાં પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મંદિરે દર્શન કરવા જતા 18 વર્ષનો યુવક ચંબલ નદીમાં સ્નાન કરવા માટે ઉતર્યો, આ દરમિયાન નદીમાં ડૂબી જવાના કારણે યુવકનું કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*