હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ એવા ડીસા ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માતની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર રોંગ સાઇડમાં આવી રહેલા ટ્રક અને ટ્રેલર વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં બે લોકોએ ઘટના સ્થળે પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. ઉપરાંત આ ઘટનાની જાણ પોલીસને કરી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
આ ગંભીર અકસ્માતની ઘટના આજરોજ વહેલી સવારે બની હતી. અહીં પાલનપુર તરફથી આવી રહેલ પથ્થરથી ભરેલું ટ્રેલર ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન ધાનેરા તરફથી આવી રહેલા ટ્રક સાથે ટ્રેલરની જબરદસ્ત હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક પલટી ખાઇ ગયો હતો અને આગળનો ભાગ ભાંગીને ભુક્કો થઈ ગયો હતો.
આ અકસ્માતની ઘટનામાં ટ્રેલરચાલક અને ક્લીનરનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. જ્યારે ટ્રકમાં બેઠેલા બંને લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. તેમનો આ ઘટનામાં આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં ડીસા દક્ષિણ પોલીસ અને હાઈવે ટ્રાફિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
મળતી માહિતી અનુસાર લગભગ પાંચ કલાકની ભારે જહેમત બાદ ટ્રેલરના કેબિનમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ ડ્રાઇવર અને ક્લિનરનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ડીસા માર્કેટયાર્ડમાં જવા માટે રોંગ સાઈડમાં જઈ રહ્યો હતો ત્યારે આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment