પડોશીઓએ ચોરીના આરોપમાં માતાની નજર સામે એક યુવકનો જીવ લઇ લીધો, મૃતક યુવકના પિતાનું કહેવું છે કે…

Published on: 3:15 pm, Tue, 31 May 22

હાલમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં માતાની નજર સામે દિકરાનો જીવ લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર માતાની નજર સામે દીકરાને ચોરીના આરોપમાં પકડીને તેની ધુલાય કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર યુવક કંઈક વસ્તુ માંગવા ગયો હતો.

ત્યારે કેટલાક લોકોએ તેને પકડીને થાંભલા સાથે બાંધી દીધો અને તેની ધોલાઈ કરી આ કારણોસર યુવકનું કરુણ મૃત્યુ થયું છે. ઘટના બન્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઇને પરિવારના લોકોનું કહેવું છે કે જૂના વિવાદના કારણે દિકરાનો જીવ લઈ લેવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર આજરોજ સવારે લગભગ છ વાગ્યાની આસપાસ જહાંગીર આલમ ઈરફાન પડોશમાં કંઈક વસ્તુ માગવા ગયો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ યુવકને પકડી લીધો અને ત્યારબાદ તેને થાંભલા સાથે બાંધી દીધો. ત્યારબાદ આ તમામ લોકોએ મળીને યુવકની ધોલાઇ શરૂ કરી દીધી.

દીકરાનો અવાજ સાંભળીને જહાંગીર આલમનીવ માતા અને તેની બહેન સહિતના ઘરના તમામ લોકો પડોશીના ઘરમાં પહોંચી આવ્યા હતા. ત્યારે માતાએ રડતા રડતા કહ્યું કે મારા દીકરાને ધુલાઇ ન કરો, છતાં પણ આરોપીઓએ યુવકની ધોલાઇ કરવાનું બંધ ન કર્યું.

માતાએ ત્યાં હાજર તમામ લોકોને પોતાના દીકરાને છોડી દેવાની વિનંતી કરી. પરંતુ કેટલાક લોકોએ માતાને પણ પકડી લીધી હતી. અને માતાની નજર સામે દિકરાનો જીવ લઇ લીધો હતો.  આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકના પિતાએ જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી કોઈ વાતને લઈને પડોશીઓને મારા દીકરા સાથે માથાકૂટ ચાલતી હતી. બસ આ વાતનો બદલો લેવા માટે પડોશીઓએ મારા દીકરાનો જીવ લઈ લીધો છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ત્રણ લોકોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા છે. યુવકનું મૃત્યુ થતાં પરિવારના લોકોમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પડોશીઓએ ચોરીના આરોપમાં માતાની નજર સામે એક યુવકનો જીવ લઇ લીધો, મૃતક યુવકના પિતાનું કહેવું છે કે…"

Leave a comment

Your email address will not be published.


*