ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. ત્યારે આણંદ પાસે આવેલા બેડવા ઓવરબ્રિજ ની એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર મેળવવા ઓવરબ્રીજ પર મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો તેમાં બે વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
ઓવરબ્રિજ પર પુરપાટ ઝડપે થી આવી રહેલી એક ઈકો કારે રિક્ષાચાલકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ઇકોકાર ચાલકની બેદરકારીના કારણે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ સમગ્ર ઘટનાને લઇને આણંદ રૂરલ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર આણંદના રસનોલ ગામે રહેતા વિજય મનુભાઈ પરમાર કેટરિંગનું કામ કરે છે. મળતી માહિતી અનુસાર મનુભાઇને લગ્નનો કેટરિંગ નો ઓર્ડર મળ્યો હતો. જેથી તેઓ પોતાના ગામના ચાર લોકોને લઈને ચિખોદરા ગયા હતા.
અને તેઓ શનિવારના રોજ મોડી રાત્રે પોતાનો કેટરિંગ નો ઓર્ડર પતાવીને રિક્ષામાં પોતાના કર્મચારીઓ સાથે ઘર તરફ આવવા નીકળ્યા હતા. ત્યારે બેડવા બ્રિજ ઉપર સામેથી પુરપાટ ઝડપમાં આવતી GJ 23 CB 9329 નંબરની એક ઇકો કાર ચાલક કે રિક્ષા અને જબરદસ્ત ટક્કર લગાવી હતી.
તેના કારણે રિક્ષામાં સવાર કિશોરભાઈ પ્રવીણભાઈ સોલંકી, હિતેશભાઈ લક્ષ્મણભાઈ સોલંકી ને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઉપરાંત મહેન્દ્ર ભાઈ રામજીભાઈ સોલંકી અને કિરીટભાઈ કાંતિભાઈ સોલંકી અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.
ઘટનાની જાણ થતાં આણંદ ગ્રામ્ય પોલીસે વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત બાદ કાર ચાલક કાર મુકી ને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment