ગુજરાતમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ગાંધીનગર મહાનગર ભાજપ વોર્ડ નંબર 6 ના સિનિયર કાર્યકર્તા રામસિંહ ઠાકોરના 32 વર્ષના દીકરાએ નર્મદા કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. યુવકે જમિયતપુરા નર્મદા કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુમાં તપાસ શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર 24 સપ્ટેમ્બરના રોજ યુવાને પોતાના ઘરેથી નીકળી ગયો હતો. ત્યાર પછી યુવકના ચંપલ અને એકટીવા ઝુંડલા નર્મદા કેનાલ પાસેથી મળી આવી હતી. એટલે તેની ગુમ થવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર યુવક ઘરે કોઈને કાંઈ કહ્યા વગર ઘરની બહાર નીકળ્યો હતો. મોડી સાંજે યુવક ઘરે ન આવ્યો એટલે પરિવારના સભ્યોને ચિંતા થઈ હતી અને પછી પરિવારના સભ્યોએ તેની શોધખો શરૂ કરી હતી. આ દરમિયાન તેના ચંપલ અને એકટીવા મળી આવી હતી.
ત્યારબાદ પોલીસે યુવકના ગુમ થવાની ફરિયાદ નોંધ ને તેની શોધખોળ શરૂ કરી દીધી હતી. ત્યારે ગઈકાલે જમિયતપુરા નર્મદા કેનાલ માંથી યુવકનું મૃતદેહ મળી આવ્યું હતું. મૃત્યુ પામેલા યુવકનું નામ સિધ્ધરાજ હતું અને તેની ઉંમર 32 વર્ષની હતી.
ઘટનાની જાણ થતા જ મૃત્યુ પામેલા યુવકના પરિવારોજનો સહિત ભાજપના કાર્યકરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ સિધ્ધરાજના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું અને સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
સિધ્ધરાજ ના પરિવારમાં તેની પત્ની, એક દીકરી અને એક દીકરો છે. આ ઘટના બનતા જ બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. સિધ્ધરાજે કયા કારણોસર સુસાઇડ જેવું પગલું ભર્યું તેની કોઈપણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment