સેલ્ફી પાડવી ભારે પડી!!હાલ તો યુવાનો મોબાઇલનો કંઈક અલગ જ વળગણ વળગેલું હોય એ રીતે મોબાઈલ ઘુમરતા હોય છે અને પોતાના જીવને પણ જોખમમાં મૂકી મોબાઈલ અને ફોટા માટે કંઈ પણ કરતા હોય છે. ત્યારે હાલ એવો જ એક કિસ્સો પાવાગઢ થી સામે આવ્યો છે.
પાવાગઢ શક્તિપીઠમાં એક યુવક સેલ્ફી લેવા જતા 50 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યો ના સમાચાર સામે આવ્યા છે. હાલ તો યુવાનો પોતાના જોશમાં અને જીવને જોખમમાં રાખી સેલ્ફી લેવાના અનોખા શોખ રાખતા હોય છે. અને જીવ જોખમ માં મુકાતો હોય છે. પાવાગઢ ખાતે ભદ્રકાળી માતાજીના મંદિર તરફ જવાના રસ્તા પર એક યુવક સેલ્ફી લઈ રહ્યો હતો,
તે દરમિયાન તેનો પગ લપસી જતાં યુવક ખાડામાં પડ્યા ની જાણ સ્થાનિકોને થતા સ્થાનિકો એ તરત જ 108 ની ટીમને અને ફાયર ફાઈટરને બોલાવી અને ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક યુવકનું સહી સલામત સ્થળે રેસ્ક્યુ કરવામાં આવ્યું. આ ઘટના બનતા ની સાથે સ્થાનિક લોકો અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અંદાજિત 50 ફૂટ ઊંડા ખાડામાં પડેલ યુવક કે જેનું નામ ગૌરવ દવે છે. જેનુ દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તેને સહી સલામત બહાર કાઢી 108 મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ સ્થાનિકો દ્વારા ઘટનાને પગલે આરકિયોલોજી વિભાગ દ્વારા 50 ફૂટ ઊંડા ખાડા પર લોખંડની જાળી લગાવવાની બાકી હોવાના કારણે આવી ઘટના બની હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.
સેલ્ફી લેવી ભારે પડી : પાવાગઢમાં ફોટો પાડવા જતા યુવક 50 ફૂટ ખાડામાં ખાબક્યો પછી…..(VIDEO)#VADODARA #PAVAGADH #Selfie #YOUNGMAN #Drowninginpit pic.twitter.com/ZCXcpE4W8F
— Watch Gujarat (@WatchGujarat) April 1, 2023
આ ગૌરવ દવે મૂળ વડોદરા નો રહેવાસી હોવાની પણ માહિતી સામે આવી છે. ત્યારે દરેક યુવાનોએ આવા કિસ્સા ન બને તે માટેની કાળજી રાખવી જોઈએ અને જીવને જોખમમાં મૂકી ફોટા પાડવાના ઘેલછા ટાળવી જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment