સરકારી હોસ્પિટલમાં 13 માસુમ બાળકોના કરુણ મૃત્યુ, પરિવારના લોકોની વ્યથા જોઈને…તમારી આંખોમાં પણ આંસુ આવી જશે…

મિત્રો એક દુઃખદાયક ઘટના સામે આવી છે. એક સરકારી હોસ્પિટલમાં છેલ્લા 18 દિવસમાં 13 બાળકોના મૃત્યુનો મામલો સામે આવ્યો છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર ઓડિશાની એક સરકારી હોસ્પિટલમાં છેલ્લા 18 દિવસમાં 13 બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

આ ઘટના રાજ્યના ક્યોંઝર જિલ્લાની છે. ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોના પરિવારના લોકોએ હોસ્પિટલ તંત્ર સામે હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોનો આરોપ છે કે ડોક્ટરો અને નર્સની બેદરકારીના કારણે બાળકો એ પોતાના જીવ ગુમાવ્યા છે. એક પીડિત પરિવારના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં બાળકોને સમયસર ઓક્સિજન આપવામાં આવતું ન હતું.

જેના કારણે 13 બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ સમગ્ર ઘટના બની આવા બાદ મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલના વિરોધમાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ મૃતક બાળકોના પરિવારજનો એ હોસ્પિટલની તોડફોડ પણ કરી હતી. આ ઘટના બન્યા બાદ પોલીસ અને આરોગ્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને લોકોને શાંત પડવાના પ્રયાસો કર્યા હતા.

સમગ્ર ઘટના બન્યા બાદ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીએ આ ઘટનાના રિપોર્ટ માંગ્યા છે. અને બાળકોના મૃત્યુ કેવી રીતે થયા એની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને મિથુન નાયક નામના વ્યક્તિએ આરોપ લગાવતા કહ્યું કે, મારા નાના ભાઈના દીકરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

અહીં ડોક્ટરો અને નર્સ ની બેદરકારીના કારણે બાળકનું મૃત્યુ નીપજ્યું છે. મૃત્યુ પામેલા બાળકોના પરિવારજનો નો આરોપ છે કે, બાળકને આઇસીઓમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સમયસર ઓક્સિજન ન મળતા બાળકોના મૃત્યુ થયા છે. પરિવારના લોકોએ કહ્યું કે ઇમર્જન્સીના કિસ્સામાં ડોક્ટર અને નર્સ હંમેશા ઉપલબ્ધ હોવા જોઈએ, પરંતુ શનિવારના રોજ રાત્રે હોસ્પિટલમાં કોઈ હાજર ન હતું.

18 દિવસમાં 13 બાળકોના મૃત્યુ થતાં જ ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું. મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ડોક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા હતા. ડોક્ટરોની બેદરકારીના કારણે માસુમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને તપાસ ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*