આપણે સૌ જાણીએ છીએ કે બધા જ લોકોના જીવનમાં નાની મોટી મુશ્કેલીઓ તો આવતી જ હોય છે અને બધા લોકો પણ આવી મુશ્કેલીઓનો સામનો કરીને જીવન જીવી જતા હોય છે. આપણી સૌ જાણીએ છીએ કે જીવન જીવવાના બે પાસા હોઈ છે સુખ અને દુઃખ.
ઘણા લોકો નું જીવન સુખમય રીતે પસાર થઈ જતું હોય છે. તો ઘણા લોકોના જીવનમાં સુખ નામની વસ્તુ જ આવતી નથી.ઘણા એવા પણ પરિવાર છે કે જેમને એક સમયનું ખાવાનું ફાફા પણ પડી જાય છે, ત્યારે તેઓ આવા મુશ્કેલીના દિવસો પણ પસાર કરવામાં મજબૂર બનતા હોય છે.
ત્યારે આજે આપણે એક એવા જ દિવ્યાંગ વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છે. જેમની પરિસ્થિતિ જાણીને તમને પણ નવાઈ લાગશે. દિવ્યાંગ વ્યક્તિનું નામ હરિભાઈ છે કે જેઓ બનાસકાંઠાના વતની છે તેઓ ના જીવનમાં નાનપણથી જ ઘણી બધી મુશ્કેલીઓ આવી પડી હતી.
ત્યારે વાત કરીએ તો તેઓ નાનપણથી અભ્યાસ માટે પણ ઘણા પ્રયત્નો કર્યા છતાં પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવાને લીધે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જ્યારે હરિભાઈ સુરત આવ્યા હતા ત્યારે તેમને કામ કરવું હતું છતાં તેઓ દિવ્યાંગ હોવાને કારણે કોઈ મોટું કામ મળતું ન હતું.
તેથી તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આજે તેઓ જેમ તેમ કરીને જીવવા માટે એ મુશ્કેલીઓનો સામનો પણ કરી રહ્યા છે અને હાલ તો તેઓ સુરતમાં રહીને સાડીઓમાં સ્ટોન લગાડીને પોતાનો ગુજરાત ચલાવી રહ્યા છે. આ દિવ્યાંગ વ્યક્તિ સાડીમાં સ્ટોન લગાવીને તેમના દિવસો પસાર કરી રહ્યા છે.
આ વ્યક્તિની કામ કરવું છે પરંતુ દિવ્યાંગ હોવાથી તેમને લઈને કોઈ મોટું ખાસ કામ મળતું નથી તેથી હાલ તો તેઓ માત્ર સાડીમાં સ્ટોન લગાવીને પોતાના દિવસો પસાર કરે છે. આવા ગરીબ અને જરૂરિયાત નથી લોકોની મદદ કરવાની ઈચ્છા થાય તો આ નંબર પર કોલ કરો- 7600 900 300
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment