બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ ને આ સાડી ના અવતારમાં જોઈને તમે પણ થઇ જશો પ્રભાવીત,જુઓ તેમની સુંદર તસવીરો

લોકમુખે ચર્ચાઈ રહેલી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી માં બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ એ ગંગુબાઈ નું પાત્ર ખુબ જ સરસ રીતે ભજવ્યુ છે.આ ફિલ્મમાં આલિયા એ ગંગુભાઈનું ચરિત્ર વર્ણવ્યું છે કે જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિ આવે પરંતુ તેનો પણ એક યોગ્ય માર્ગ હોય જ છે.

ગંગુબાઈ પોતાની સાથે થયેલા વિશ્વાતઘાતને અપનાવી હજારો વેશ્યાઓ માટે લડત લડ્યા હતા. સમાજ પર નકારાત્મક અસર ઉભી કરતા આ વેશ્યા સમાજને કાનૂની હક અપાવ્યા હતા. આ ફિલ્મ ખુબ જ ફેમસ થઇ છે ત્યારે એક્ટ્રેસ આલિયા ભટ્ટ પોતાના ચાહકો સાથે તેના અંગત જીવનની કેટલીક વાતો પણ શેર કરી રહી છે.

આલિયા ભટ્ટ હાલ સોશિયલ મીડિયામાં હાજરી આપી રહી છે અને પોતાના ચાહકો સાથે વાતો શેર કરી રહી છે. આ ફિલ્મના પ્રમોશન માટે આલિયા પોતાના ચાહકો પ્રત્યે પોતાની હાજરી વર્તાવી રહી છે.ત્યારે તમને એ પણ જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં તેઓએ પોતાનો નવો લુક શેર કર્યો છે

કે જેમાં તેઓ ખૂબ જ શાનદાર અને ક્યુટ લાગી રહી છે. તેણે પોતાનો સાડી પહેરેલો લુક સોશિયલ મીડિયામાં instagram થકી શેર કર્યો છે. તેમનો આ લુક જોઈને તેમની માતા soni razdan પણ આશ્ચર્યમાં મૂકાયા છે.આ લૂકમાં આલિયા સફેદ સાડી, વાળમાં સફેદ ગુલાબ અને કાનમાં ઇઅરિંગ પેરીને પોતાના લુકને વધારે સુંદર બનાવ્યો છે.

આ તસવીરો તેણે સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ તસ્વીરોએ લોકોને મંત્રમુગ્ધ કર્યા છે.આ ઉપરાંત તમને એ પણ જણાવી દઈએ કે આલિયા ગંગુબાઈ કાઠિયાવાડી ના પ્રમોશન માટે સતત સફેદ સાડીમાં પોતાના photos શેર કરતી રહે છે જેમા તે ખરેખર ખુબ જ સુંદર લાગી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*