મિત્રો હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણે હચમચી જતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ. ખાસ કરીને તમે સોશિયલ મીડિયા પર પ્રાણીઓને સંબંધિત ઘણા વિડીયો જોયા હશે.
મિત્રો ઘણી વખત જંગલી પ્રાણીઓ શિકારની શોધમાં શેરી વિસ્તારમાં ઘૂસી આવતા હોય છે અને તેમના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વ્યક્તિ નો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટનામાં એક વ્યક્તિ પોતાના ખેતરમાં બે સિંહણોને જોઈને તેનાથી દૂર ભાગવાની જગ્યાએ કંઈક એવું કરે છે કે વીડિયો જોઈને તમે પણ ચોકી ઉઠશો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ખેતરમાં બે સિંહણો જોવા મળી રહે છે અને ત્યાં એક વ્યક્તિ ઊભેલો જોવા મળી રહ્યો છે.
ખતરનાક સિંહણોને જોઈને વ્યક્તિ ત્યાંથી ભાગતો નથી પરંતુ તેના ફોટા લેવાનું શરૂ કરે છે. આ આશ્ચર્યજનક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ખેતરમાં એક સિંહણ આટા મારી રહી છે અને જ્યારે બીજી સિંહણ શાંતિથી બેસીને આરામ કરતી જોવા મળી રહી છે.
ત્યારે એક વ્યક્તિના ડંડો લઈને ઊભેલો જોવા મળી રહ્યો છે અને તે ખતરનાક સિંહણોને જોઈને ત્યાંથી ભાગતો નથી. પરંતુ આરામથી ઉભો રહીને તેના ફોટા પાડી રહ્યો છે. આ વ્યક્તિની પાછળ ઉભેલા એક વ્યક્તિએ આ વ્યક્તિ નો વિડીયો ઉતારી લીધો હતો અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.
Another day in Gujarat,India. pic.twitter.com/QGeGTswN1X
— Susanta Nanda (@susantananda3) November 27, 2022
હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો ટ્વીટર Susanta Nanda નામના વ્યક્તિએ પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં એક લાખથી પણ વધારે લોકોએ જોયો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment