આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજું કંપાવી દેનારી અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ અકસ્માતની ઘટનામાં સ્કુટી સવાર દંપતી ટ્રેલર ટ્રકને ઓવરટેક કરવા જાય છે. આ દરમિયાન પતિ-પત્ની ટ્રકની નીચે કચડાઈ ગયા હતા.
આ કારણોસર બંનેનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. સમગ્ર અકસ્માતની ઘટનાને નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજ જોઈને ભલભલા લોકોને રુવાડા બેઠા થઈ ગયા છે. આ અકસ્માતની ઘટના ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાંથી સામે આવી રહી છે.
આ અકસ્માતની ઘટના બુધવારના રોજ બની હતી. સ્કુટી સવાર પતિ-પત્ની જ્યારે ટ્રકને ઓવરટેક કરવા જાય છે, આ દરમિયાન તેઓ અકસ્માતનો શિકાર બન્યા હતા અને બંનેનું ઘટના સ્થળે દર્દનાોક મોત થયું હતું. અકસ્માતના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, સ્કુટી સવાર દંપતી એક ટ્રકને ઓવરટેક કરે છે. ત્યારબાદ બંને ટ્રકની આગળથી જવાનો પ્રયાસ કરે છે.
ત્યારે બંને ટ્રકની અડફેટેમાં આવી ગયા હતા અને રોડ પર પડી ગયા હતા. ત્યારબાદ પતિ-પત્ની ટ્રકની નીચે કચડાઈ ગયા હતા. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ પતિ પત્નીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા.
बेहद दर्दनाक हादसा सीसीटीवी में कैद.
ट्रक की चपेट में आ गया दंपति, मौके पर हुई मौत
घटना गाजियाबाद की है. pic.twitter.com/UYcdMD5Yus— Priya singh (@priyarajputlive) September 13, 2023
મૃત્યુ પામેલા પતિનું નામ અરુણ હતું અને તેની ઉંમર 28 વર્ષની હતી. જ્યારે મૃત્યુ પામેલી પત્નીનું નામ સુનિતા હતું અને તેની ઉંમર 27 વર્ષની હતી. બંનેનું એકસાથે કરુણ મોત થતા પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment