ICMR ના વૈજ્ઞાનિક મહાનિદેશક ડો.બલરામ ભાર્ગવના નેતૃત્વ હેઠળ કરવામાં આવેલ એક સ્ટડીમાં જણાવવામાં આવ્યું કે પ્રાથમિક સ્કૂલના બાળકો માં કોરોના નો ખતરો ઓછો છે માટે સૌથી પહેલાં પ્રાથમિક શાળાઓ શરૂ કરવી જોઇએ ત્યારબાદ માધ્યમિક શાળાઓ શરૂ કરવી જોઇએ.
મોટાભાગના રાજ્યોમાં અલગ-અલગ દિશાનિર્દેશ મુજબ સ્કૂલો ખોલવામાં આવી છે. દિલ્હીમાં સૌથી પહેલા માધ્યમિક શાળાઓ ખોલવામા આવી હતી અને ત્યારબાદ પ્રાથમિક શાળાઓ ખોલવામા આવી હતી અને સ્ટડીમાં કહેવામાં આવ્યું હતું કે
12 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકોમાં સંક્રમણ નું જોખમ વધારે હોવાથી ઉપરાંત આ ઉંમર વર્ગના બાળકો માટે હાલ પૂરતી વેક્સિન પણ આવેલ નથી પરંતુ હવે આટલા લાંબા સમય બાદ હવે સ્કૂલો ખોલવી અને શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવું જરૂરી છે.
કોવિડ સામે સાવચેતી રૂપ પગલાઓ અને નિયમોનું પાલન પણ જરૂરી છે. પ્રાથમિક શાળાઓ સૌથી પહેલા ખોલવી જોઈએ એવું સ્ટડીમાં જણાવાયું છે.થોડા સમય બાદ માધ્યમિક શાળાઓ પણ શરૂ કરવી જોઇએ.ICMR ના મુખ્ય સંક્રમણ રોગ ડો.સમિરન પાંડા અને ડો.તનુ આનંદ પણ આ સ્ટડીમાં સામેલ હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment