રાજ્યમાં ભારે વરસાદને લઇને મોટી આગાહી, ભારે વરસાદની શક્યતા ને પગલે 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

Published on: 10:24 am, Tue, 28 September 21

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લામાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડી શકે છે જ્યારે રાજ્યના 20 જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સાયક્લોનિક સરક્યુલેશન ને પગલે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ અને મહેસાણા માં અતિભારે વરસાદની આગાહી ને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

કચ્છ, જામનગર, દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ,પોરબંદર,બોટાદ, ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી ને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બુધવારે વલસાડ, દમણ, જુનાગઢ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 27.61 ઇંચ સાથે 83.51 ટકા વરસાદ વરસી ચૂક્યો છે જેમાં 40 ઇંચ થી વધુ વરસાદ નોંધાયો હોય તેવા 40 તાલુકા છે તો કચ્છમાં 87.63 ટકા, ઉત્તર ગુજરાતમાં 67.31 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 76.26 ટકા, સૌરાષ્ટ્રમાં 93.14 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 82.79 વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યમાં ભારે વરસાદને લઇને મોટી આગાહી, ભારે વરસાદની શક્યતા ને પગલે 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર"

Leave a comment

Your email address will not be published.


*