ગુજરાત માં ફી ઘટવાના મામલે વાલીઓને મોટો ઝટકો લાગેલ છે. ઘટાડવાની વાલીઓની માંગણીને ખાનગી શાળા સંચાલકોએ ફગાવી દીધેલ છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 25 ટકા જેટલી ફી ઘટાડવા શાળા સંચાલકોને વિનંતી કરી હતી.જોકે આ મહામારી વચ્ચે ખાનગી શાળા સંચાલકો ગરીબ વિદ્યાર્થીઓ નો અવાજ સાંભળવા તૈયાર છે પણ તેઓ હાલમાં પોતાની મનમાની ચલાવી રહ્યા છે.
આ મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. સરકારે શાળાઓના ખુલે ત્યાં સુધી ફી ના લેવાના મામલે હાઇકોર્ટે સરકારનો પરિપત્ર રદ કરી સરકારને મોટો ઝટકો આપ્યો હતો. આ કેસમાં હાઇકોર્ટ ફી મામલે ધારા ધરણે નક્કી કર્યા છે. આ અંગે બેઠક યોજાઇ હતી જેમાં રૂપાણી સરકાર ની આબરૂની ધૂળધાણી કરી નાખી.
શિક્ષણ મંત્રી સાથે ખાનગી શાળાના શાળા સંચાલકો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં શાળા સંચાલકોએ તમામ વિદ્યાર્થી ની 25 ટકા સુધીની ફી માફીની માગણી ફગાવી દીધી. શાળા સંચાલકો શિક્ષણ મંત્રી અને જવાબ આપતા કહ્યું કે ગરીબ વિદ્યાર્થીની સો ટકા ફી માફ કરી શકીએ પરંતુ દરેક વિદ્યાર્થીની 25 ટકા ફી માફ કરવી શક્ય નથી.
Be the first to comment