SBI એ ઘર લોનના વ્યાજ માં વધારો કરીને ઘર ખરીદનારાઓને મોટો ઝટકો આપ્યો છે. હવે ત્યારે પહેલાં કરતાં પણ વધારે ઇએમઆઇ ભરવાની રહેશે. બેંક હોમ લોન પર વ્યાજ ના દરમાં વધારો કર્યો છે. આપને જણાવી દઇએ કે બેંકના નવા વ્યાજ દર 6.95 ટકા છે.
જ્યારે 31 માર્ચ સુધી 6.70 ટકા હોમ લોન પર વ્યાજ લઈ રહી હતી. SBI એ સીમિત સમયને માટે 75 લાખ રૂપિયા સુધીની હોમલોન પર 6.70 ટકા વ્યાજ પર આપવાની રજૂઆત કરી હતી.
જયારે 75 લાખથી 5 કરોડ રૂપિયાના હોમ લોન પર વ્યાજ દર 6.75 ટકા હતો.એસબીઆઇ ની વેબસાઈટ ના આધારે 6.95 ટકાનું વ્યાજ એપ્રિલથી લાગુ કરવામાં આવ્યું છે.
અને નવા દર સીમિત સમયની તુલનામાં 0.25 બેઝિસ પોઇન્ટ વધારે છે.SBI ની તરફથી હોમલોનના વ્યાજદર વધાર્યા બાદ અન્ય બેંક પણ આ રીતના પગલાં લઈ શકે છે.
બેંક હોમ લોન પર એકીકૃત પ્રોસેસિંગ શુલ્ક પણ લગાવ્યું છે.આ લોકોની રકમ ના 0.40 ટકા અને માલ અને સેવા કર ના રૂપ માં હશે.
આ સિવાય પ્રોસેસિંગ શુલ્ક ન્યૂનતમ 10000 રૂપિયા અને વધુમાં વધુ 30000 રૂપિયા હશે. આ મહિને એસબીઆઈ હોમ લોન પર પ્રોસેસિંગ શુલ્ક પર 31 માર્ચ સુધી માફ કરવાની જાહેરાત કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment