2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ કરશે આ મહત્વનું કાર્ય, જાણો.

146

ગુજરાત કોંગ્રેસ કો-ઓર્ડિનેશન કમિટીની મીટિંગ સોમવારે પાલડી સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય યોજાઇ હતી. આ બેઠક બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને કોંગ્રેસના નેતા મધુસૂદન મિસ્ત્રીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે.

ગાંધીનગર અને મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આગામી વર્ષ 2022 ની વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા મહત્વપૂર્ણ બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે.

આગામી બેઠકમાં આ મામલે હોદ્દેદારો આગેવાનો સાથે વિસ્તૃત ચર્ચા અને વિચારણા કરવામાં આવશે.કોંગ્રેસની બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસની ખરાબ હાર થયા બાદ.

તેને લઈને મનોમંથન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ઇવીએમ પર પણ શંકા-કુશંકા વ્યક્ત કરાઈ હતી, ખેડૂતો અને મોંઘવારી સહિતના પ્રશ્ને લઈને બેઠકમાં ચર્ચા થઈ હતી.

જનસંપર્ક ના કાર્યક્રમ અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી. અલગ-અલગ વિષયો પર રોડમેપ નક્કી કરાયા છે. અલગ-અલગ વર્કિંગ ગ્રૂપ દ્વારા ફરીથી બેઠક મળશે.

અને ગાંધીનગર મહાનગરપાલિકા તેમજ મોરવાહડપ ની સીટ જીતવા માટે નક્કી કરવામાં આવશે. કોંગ્રેસની બેઠક સવારે સાડા દસ વાગ્યે શરૂ થઈ હતી અને જે સાંજે 4:30 વાગ્યે પૂરી થઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!