મિત્રો આજકાલ 21મી સદીમાં એક તરફ ડિજિટલ ઈન્ડિયાની વાતો થઈ રહી છે અને બીજી તરફ હજુ પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો અંધશ્રદ્ધા તરફ વળેલી જોવા મળી રહે છે. આજકાલ ઘણા ભણેલા ગણેલા લોકોમાં પણ અંધશ્રદ્ધા જોવા મળી રહે છે. ગુજરાતમાં આજથી થોડાક સમય પહેલા અંધશ્રધ્ધામાં એક પિતા અને મોટા બાપુજીને મળીને માસુમ દીકરીનો જીવ લઈ લીધો હતો.
ત્યારે ભિલોડાના ગાઢિયા ગામે અંધશ્રદ્ધાની એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં ગામમાં રહેતી એક મહિલા સાથે તેના જેઠ જેઠાણી અને પરિવારના સભ્યોએ કંઈક એવું કર્યું કે સાંભળીને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ભિલોડા તાલુકાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં રહેતા એક પરિવારની મહિલા ઘરમાં એકલી રહેતી હતી.
મહિલા ઘરે એકલી હતી ત્યારે બે પુરુષો અને એક મહિલા મહિલાના ઘરમાં ઘુસિયા હતા. તે લોકોએ મહિલાને કહ્યું કે “તું ડાકણ છો”. તેમ કહીને તેને મન ફાવે તેમ ધુલાઈ કરી હતી. આરોપી મહિલા કહેતી હતી કે, મારો પતિ બીમાર છે… એને તું સાજો કર તું ડાકણ છો. તું મારા પતિને ખાઈ જાય છે”.
આમ કહીને મહિલાની મન ફાવે તેમ ધુલાઈ કરી હતી અને તેને ઘસડીને બહાર લઈ ગયા હતા. એટલું જ નહીં પરંતુ આરોપીઓ મહિલાને ખસેડીને ગામના ચોરે આવેલા એક કુભી પાસે લઈ ગયા હતા. ત્યારબાદ ત્યાં કુંભી સાથે મહિલાને બાંધી દીધી અને તેની નિર્વસ્ત્ર કરી નાખી. ત્યાર પછી ધારિયા અને લાકડાઓ લઈને 6 જેટલા લોકો મહિલા ઉપર મન ફાવે તેમ તૂટી પડ્યા.
મિત્રો તમને જણાવી દઈએ કે મહિલામાં દાખલ છે તેઓ વહેમ રાખીને તેના સગા સંબંધી હોય તેનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં આ ઘટનાની ચર્ચાઓ ચારે બાજુ ચાલી રહે છે. આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મહિલાની દીકરીએ સ્કૂલેથી ઘરે આવીને આસપાસના કેટલાક લોકોને આ ઘટના અંગે વાત કરી હતી.
અરવલ્લીના ભિલોડામાં મહિલાને તાલિબાની સજા
ભિલોડાના ગઢીયા ગામે ડાકણનો વહેમ રાખી માર માર્યો
મહિલાને જેઠ-જેઠાણી માર માર્યો હોવાનો આક્ષેપ#Arvalli #Gujarat #BREAKING pic.twitter.com/Em4HXE187j
— News18Gujarati (@News18Guj) January 23, 2023
ત્યારબાદ દીકરીએ 108 માં વાત કરી અને ઘટનાની જાણ પોલીસને પણ કરી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની ફરિયાદ લેવામાં આવી ન હતી. પોલીસ મથકમાં મહિલા સાથે બનેલી ઘટનાની ફરિયાદ ન લેવાનો પરિવારજનોએ કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓ મહિલાના સગા વાળા હતા એટલા માટે પોલીસે અરજી લેવાનો ઇનકાર કર્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment