મોટા મોટા શહેરોને પણ પાછા પાડી દે તેવું છે ગુજરાતનું આ ગામ..! 400 ઘરમાંથી એક પણ ઘરે એવું ન હોય જેનો સભ્ય વિદેશમાં…

Published on: 6:38 pm, Mon, 23 January 23

મિત્રો ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં એક એવું ગામ આવેલું છે કે તેની ચર્ચાઓ હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ચાલી રહી છે. દક્ષિણ ગુજરાતમાં આવેલા આ ગામને NRIઓનું ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ આ ગામને પેરિસ પણ કહેવામાં આવે છે. આ ગામમાં 400 જેટલા ઘર છે.

જેમાંથી એક પણ ઘર એવું નહીં હોય કે જે ઘરનો સભ્ય વિદેશમાં ન રહેતો હોય. 400 ઘરમાંથી 200 ઘરને તો મોટેભાગ તાળા જ રહે છે. વિદેશમાં રહેતા આ ગામના વતનીઓ વર્ષમાં એક વખત અહીં મુલાકાતે આવે છે. મિત્રો તમે જણાવી દે કે આ ગામના 3,000 થી પણ વધારે લોકો અમેરિકા, કેનેડા અને યુકે જેવા મોટા મોટા દેશમાં વસવાટ કરે છે.

આ ગામમાં મોટા મોટા શહેરોમાં પ્રાથમિક સુવિધાઓ હોય તેના કરતાં પણ વધારે સારી સુવિધાઓ આ ગામમાં છે. આટલું જ નહીં પરંતુ ગામમાં જ્યારે કોઈ પણ પ્રકારના વિકાસના કામ કરવાની વાત થાય, ત્યારે કરોડો રૂપિયા માત્ર એક જ વ્યક્તિ આપવા તૈયાર થઈ જતા હોય છે.

મિત્રો તમને જણાવી દે કે ગામના કેટલાક દાતાઓએ 1.75 કરોડ રૂપિયા આપીને ગામમાં ચરોતરિયા પાટીદાર સમાજના નામે સાંસ્કૃતિક હોલ બનાવ્યો છે. આ હોલના ઉદ્ઘાટન દરમિયાન મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર રહ્યા હતા. મળતી માહિતી અનુસાર આ ગામમાં આશરે 4700 લોકોની વસ્તી છે.

જેમાંથી 2000થી પણ વધારે લોકો વિદેશમાં વસવાટ કરે છે. ગામના તમામ લોકો ખૂબ જ સારું અને શાંતિ વાળું જીવન જીવે છે. એટલું જ નહીં પરંતુ વિદેશમાં રહેતા ગામના લોકો ગામને આદર્શ બનાવવા માટે દરેક પ્રકારની નાની મોટી મદદ કરે છે. જેના કારણે આ ગામમાં મોટા મોટા શહેરોમાં પણ સુવિધા ન હોય તેવી સુવિધાઓ છે અને ગામનો વિકાસ ખૂબ જ સારો થયો છે.

આ ગામમાં આહીર, માયાવંશી, હળપતિ અને પટેલ સમાજના લોકો રહે છે. એટલું જ નહીં જ્યારે નવરાત્રિનો તહેવાર આવે ત્યારે આ ગામની નવરાત્રી ખૂબ જ આકર્ષિત બને છે. ગામમાં અનોખી નવરાત્રી કરવામાં આવે છે અને દૂર દૂરથી લોકો અહીં નવરાત્રિની મોજ માણવા આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મોટા મોટા શહેરોને પણ પાછા પાડી દે તેવું છે ગુજરાતનું આ ગામ..! 400 ઘરમાંથી એક પણ ઘરે એવું ન હોય જેનો સભ્ય વિદેશમાં…"

Leave a comment

Your email address will not be published.


*