મિત્રો ઘણા સમય પહેલા ગુજરાતમાં લમ્પી વાયરસ આવ્યો હતો. આ વાયરસમાં હજારો સંખ્યામાં ગાય માતાએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જ્યારે વાયરસ આવ્યો ત્યારે ગાય માતાને આ વાયરસથી બચાવવા માટે ઘણા લોકોએ માનતા પણ માની હતી. ત્યારે આજે આપણે કચ્છના રહેવાસી અને દ્વારકાધીશના પરમ ભક્ત મહાદેવભાઈ દેસાઈ વિશે વાત કરવાના છીએ.
મહાદેવભાઈ દેસાઈની 25 જેટલી ગાયોને લમ્પી વાયરસનો ભોગ બની હતી. ત્યારે ગાય માતાને બચાવવા માટે મહાદેવભાઈ દેસાઈ માનતા માની હતી કે, ‘હે કાળીયા ઠાકર… મારી ગાયોને લમ્પી રોગમાંથી બચાવી લેજે, હું એમને પગ પાળા લાવીને તારા દર્શન કરવા લઈ આવીશ.ગૌપ્રેમી મહાદેવભાઇ દેસાઈની ભગવાન દ્વારકાધીશે પ્રાર્થના સાંભળી લીધી અને તેમની 25 જેટલી ગાયોને લમ્પી વાયરસથી બચાવી લીધી હતી.
વાયરસ ના કારણે તેમની એક પણ ગાયનું મૃત્યુ થયું નથી અને અન્ય ગાયોને પણ આ રોગ થયો નથી. જેથી તેઓ પોતાની માનતા પૂરી કરવા માટે કચ્છથી 450 કિલોમીટર પદયાત્રા કરીને દ્વારકા મંદિર ગાય માતા સાથે પહોંચ્યા હતા. અહીં તેમને અને ગાય માતાએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા અને માનતા પૂરી કરી હતી
મિત્રો કચ્છથી 450 kmનું અંતર કાપીને મહાદેવભાઈ દેસાઈ પોતાની ગાયો સાથે દ્વારકા પહોંચી આવ્યા હતા, પરંતુ ત્યારે સવાલ એ હતો કે તેમને દિવસે તો દર્શન કેવી રીતે કરાવવા, કેમકે દ્વારકામાં દિવસે ભક્તોની મોટી ભીડ હોય છે. આવા સમયમાં આટલી બધી ગાયોને અંદર લઈ જવી એ ખૂબ જ મુશ્કેલીની વાત હતી. ત્યારબાદ વહીવટી તંત્ર એ સ્પેશિયલ ગાયોના દર્શન કરવા માટે રાત્રે મંદિરના દરવાજા ખોલ્યા હતા.
મિત્રો દ્વારકા મંદિરમાં પહેલી વખત એવું બન્યું છે કે ગાયો માટે મોડી રાત્રે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા. 450 કિ.મી પગપાળા ચાલીને આવેલી 25 ગાયો મંદિરની અંદર જઈને ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. મિત્રો આ ઘટનાના વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો મહાદેવભાઇ દેસાઈની ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
મિત્રો તમને જણાવી દઈએ કે મહાદેવભાઇ દેસાઈ 25 ગાયો અને પાંચ ગોવાળિયાઓ સાથે 17 દિવસનું અંતર કાપીને 21 નવેમ્બરના રોજ દ્વારકા મંદિર પહોંચ્યા હતા. મિત્રો 450 kmનું ચાલીને અંતર કાપવું એ કોઈ નાની મોટી વાત નથી. પરંતુ ભગવાન દ્વારકાધીશની દયાથી માવજીભાઈ દેસાઈ અને તેમની ગાયો અને રસ્તામાં કાંઈ ન થયું અને તેઓ ખૂબ જ સારી રીતે દ્વારકા પહોંચી ગયા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment